Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

શ્રીલંકાના ફાસ્‍ટ બોલર મલિંગાના પિતા બિમાર હોવાથી આઇપીએલમાં નહીં જોડાયઃ તેમના સ્‍થાને જેમ્‍સ પેટિન્‍સન રમશે

નવી દિલ્હીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા લસિથ મલિંગાના સ્થાને બુધવારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સનને સામેલ કરવાની જાહેરાત કરી હતી. શ્રીલંકાનો અનુભવી ફાસ્ટ બોલર વ્યક્તિગત કારણોસર આ સીઝનમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ વર્ષે આઈપીએલના મુકાબલા યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, લસિથ મલિંગાએ વ્યક્તિગત કારણોસર આ સીઝનમાં ઉપલબ્ધ ન રહેવાનો આગ્રહ કર્યો હતો અને તે શ્રીલંકામાં પોતાના પરિવારની સાથે રહેવા ઈચ્છે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મલિંગાના પિતા બીમાર છે અને તેમની સર્જરી થઈ શકે છે. જેથી મલિંગા શ્રીલંકામાં પોતાના પિતાની સાથે રહેવા ઈચ્છે છે, તેથી તેણે પાછલા મહિને ટીમની સાથે અબુધાબી ન જવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

30 વર્ષીય પેટિન્સન આ સપ્તાહના અંતમાં અબુધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ જશે. મલિંગા મુંબઈની ટીમ માટે મહત્વપૂર્ણ બોલર છે અને તેણે છેલ્લા ઘણા વર્ષોથી ટીમના અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ટીમના માલિક આકાશ અંબાણીએ પેટિન્સનનું સ્વાગત કર્યું અને મલિંગાને પોતાનું સમર્થન કર્યું. તેણે કહ્યું, જેમ્સ અમારી સાથે ફિટ થવા માટે યોગ્ય ખેલાડી છે અને અમારા આ સમયે ફાસ્ટ બોલર વિકલ્પોમાં સામેલ થશે.

પેટિન્સને આઈપીએલમાં પર્દાપણ કર્યું નથી, પરંતુ તે કોલકત્તા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઈઝીમાં રહી ચુક્યો છે. તેણે અત્યાર સુધી 39 ટી20 મેચમાં 47 વિકેટ ઝડપી છે.

(5:23 pm IST)