Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

14 નવેમ્બરથી શરૂ થશે શ્રીલંકા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન

નવી દિલ્હી: શ્રીલંકા પ્રીમિયર લીગ (એસએલપીએલ) ટી 20 ટૂર્નામેન્ટની પ્રથમ સીઝન 14 નવેમ્બરથી 6 ડિસેમ્બરની વચ્ચે યોજાશે. શ્રીલંકા ક્રિકેટે આ અંગે માહિતી આપતા એક નિવેદન જારી કર્યું છે. આ ટૂર્નામેન્ટ 28 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે રમાવાની હતી પરંતુ કોવિડ -19 ના કારણે મુલતવી રાખવામાં આવી હતી.એસએલસીએ કહ્યું કે, 23 મેચની લીગ રંગીરી દંબુલ્લા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, પલ્કેલ ઇંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને સૂરીયાવા મહિંડા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ લીગમાં પાંચ ટીમો ભાગ લેશે, જેનું નામ કોલંબો, કેન્ડી, ગૌલ, દંબુલ્લા અને જાફનાના નામ પર રાખવામાં આવ્યું છે.લીગ યોજવા માટે એસએલસીએ ઇનોવેટિવ પ્રોડક્શન ગ્રુપ (આઈપીજી) સાથે જોડાણ કર્યું છે. કોવિડ -19 ને કારણે ક્રિકેટ કેલેન્ડર માર્ચના મધ્યભાગથી બંધ હતું, પરંતુ હવે ક્રિકેટની પ્રવૃત્તિઓ ધીરે ધીરે શરૂ થઈ રહી છે. રોગચાળાની વચ્ચે, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝે પ્રેક્ષક વગર સ્ટેડિયમમાં ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી હતી અને આ સાથે કોવિડ -19 વચ્ચે ક્રિકેટની વાપસી થઈ હતી.

(5:28 pm IST)