Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજયની એટીએસની ટીમે રૂ. ૧૧ લાખની નકલી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરનાર ગેંગના ૩ વર્ષથી ફરાર સાગરીતન ઝડપાયો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે અગાઉ છ ને પકડી પાડયા હતા : ઠગાઇ કરવા સુલેમાની પથ્‍થર અંગે જુઠી વાતો ફેલાવતા

અમદાવાદ : રાજયની એટીએમની ટીમે રૂ. ૧૧ લાખની નકલી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરનાર ગેંગના ૩ વર્ષથી ફરાર સાગરિત ઝડપાયો છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે અગાઉ છને પકડી પાડયા હતા. ઠગાઇ કરવા તેઓ સલેમાની પથ્‍થર અંગે જુઠી વાતો ફેલાવતા હતા.

આ અંગેની વિગતો જોઇએ તો સુલેમાની પથ્થર હાથમાં હોય તો તમારી પર કોઈ ઘાતક હુમલો કરે તો પણ તમને કોઈ ઇજા થતી નથી. તેવું તરક્ટ ચલાવી ઠગ ટોળકી લોકોને પ્રેક્ટિકલ અખતરો કરી બતાવતી હતી. પથ્થર હાથમાં હોય તો ચાકુ,છુરીનો ઘા વાગતો હોવાનો ડેમો જોઈ પથ્થર ખરીદવા માટે લલચાઈ જતા હતા.

સાબરકાંઠાના તલોદના ઘડી(જીવણપુરા) ગામના વતની કમલેશ રમણસિંહ પરમાર અને તેના સાગરીતોએ સુલેમાની પથ્થર ખરીદવાનું નક્કી કર્યું હતુ. જો કે તેઓ પાસે સુલેમાની પથ્થર ખરીદવા માટેના રૂ.11 લાખ હોવાથી તમામે ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાનું નક્કી કર્યું હતું.

રૂ.2000 હજારના દરની આરોપીઓએ રૂ.11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ જાતે છાપી દીધી હતી. બીજી તરફ ક્રાઈમબ્રાન્ચે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી 6 આરોપીઓને સુલેમાની પથ્થરના તરક્ટ અને ડુપ્લીકેટ નોટ મામલે ઝડપયા હતા. આરોપી કમલેશ છેલ્લા ત્રણ વર્ષથી ભાગતો ફરતો હતો.

કમલેશને ઝડપી લેવા સક્રિય થયેલી એટીએસની ટીમના પીઆઈ સી.આર.જાદવ, પીએસઆઈ કે.એસ.પટેલ અને કે.એમ.ભુવા કામે લાગ્યા હતા. દરમિયાન પીએસઆઈ કે.એસ.પટેલએ બાતમી આધારે આરોપી કમલેશને તેના મૂળ ઘડી ગામ ખાતેના ઘરેથી ઝડપી લીધો હતો.

(9:39 pm IST)