Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આજે ૨ ઓકટોબર -ગાંધીજયંતિ

ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાયમ ચાલશે ગાંધીગીરી

નવી દિલ્હી,તા. ૨: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે. ભારતને રાષ્ટ્ર તરીકે વિકસીત કરવામાં ગાંધીજીનું યોગદાન મહત્વનું છે. ગાંધીજી આજે પણ આપણા માટે પ્રાસંગિક છે. અહિંસાનો પાઠ શીખવાડીને દેશને આઝાદી  અપાવી. વર્તમાનમાં દેશમાં ચાર મોટા મુદ્દાઓનો રસ્તો ગાંધીગીરી દ્વારા કેવી રીતે નીકળી શકે તે આપણે જાણીએ કેમ કે ગાંધીગીરી કાયમ ચાલવાની જ છે.

પોતાની જરૂરિયાતો મર્યાદીત કરો

કોરોના કાળ માનવોની લાલચનું દુષ્પરિણામ છે. પર્યાવરણને નુકસાન પહોંચાડીને આપણે આ મહામારીને આમંત્રણ આપ્યુ છે. છેલ્લા છ મહિનાથી પણ વધારે સમયથી વિશ્વ જાણે થંભી ગયું છે. માણસો પોતાની જરૂરિયાતોને સીમિત અને સંયમિત ન રાખી. ગાંધીજીએ આ અંગે પહેલા જ ચેતવ્યા હતા. એ જરૂર છે મિતવ્યયી બનવાની

. આત્મનિર્ભરતા મહાશકિત બનવાનો મંત્ર

ગાંધીજી કહેતા કે આત્મનિર્ભરતાનો વિકાસ ગામડાઓમાંથી જ આવશે. ગામડાઓનો વિકાસ થવાની જ દેશે વિકાસની રેસમાં આગળ આવી શકશે. હવે આપણે બધી બાબતોમાં આત્મનિર્ભર બનવું પડશે. તો જ ભારત ઝડપથી વિકસીત દેશોમાં જોડાઇ શકશે.

. ભયમુકત સમાજ

ગાંધીજી માટે મહિલા સુરક્ષા સર્વોપરી હતી. તેઓ માનતા હતા કે આપણે એવો ભયમુકત સમાજ બનાવવો પડશે. જેમાં મહિલાઓને સંપૂર્ણ આઝાદી મળે. ગાંધીજી કહેતા કે જ્યારે મહિલાઓ અર્ધી રાત્રે પણ નિર્ભય બનીને રસ્તાઓ પર ફરી શકશે. ત્યારે જ ભારત સાચા અર્થમાં આઝાદ બનશે

. અહિંસા બહાદુરોનું હથિયાર છે કાયરોનું નહીં

ગાંધીજીએ ૧૯૩૬માં કહ્યું હતુ કે, અહિંસા માણસનો ઉચ્ચતમ આદર્શ છે. તે બહાદુરોનું હથિયાર છે કાયરોનું નહીં, હાલમાં ચીને ભારતની સરહદ ઉલ્લંઘવાનું દુસાહસ કર્યું ભારતે અહિસાના ઉચ્ચ આદર્શોનું પાલન કર્યું પણ જ્યારે તેના કરતૂતો બંધ ન થયા તો ભારતે યોગ્ય જવાબ પણ આપ્યો. ચીન જાણી ગર્યું છે કે ભારત અહિંસાનું પૂજારી છે પણ પોતાના હિતોનું રક્ષણ પણ કરી શકે છે.

(3:55 pm IST)