Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસ બનાવમાં નવો ધડાકો . ભાજપના પૂર્વ ધારાસભ્યનો દાવોઃ માતા- ભાઈએ પુત્રીની હત્યા કરી હતીઃ બે સમાજ હવે આમને-સામને આવી ગયા

ઉત્તરપ્રદેશનો હાથરસ ગેંગરેપ કાંડ ગૂંચવાતો જાય છે . પીડિતાનો પરિવાર અને પોલીસ અલગ અલગ વાત કરી રહેલ છે ત્યારે આ બનાવમાં એક નવો વળાંક આવ્યો છે . ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજવીરસિંહ પહેલવાને આ યુવતીની હત્યા માટે તેના કુટુંબીજનોને જ જવાબદાર ઠેરવેલ છે . તેમણે આરોપ લગાવ્યો કે આ યુવતીને તેના ભાઈ અને માતાએ મારી નાખી છે . ધારાસભ્ય પહેલવાનનું કહેવું છે કે ચારેય યુવકો નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવ્યા છેઃ ત્યારે સાંસદ રાજવીરસિંહ દિલેરને પહેલવાન કહે છે કે તેને તો જનતા સબક શીખવશે. સાંસદ રાજવીરસિંહ દિલેર ભાજપના જ સભ્ય છે અને વાલ્મીકી સમાજમાંથી આવે છે . જયારે રાજવીરસિંહ પહેલવાન ઠાકુર બિરાદરીના છે . એ વાત પણ રસપ્રદ છે કે એક આરોપી રામુના પિતા રાકેશે આક્ષેપ લગાવ્યો હતો કે તેના પુત્રને આ બનાવમાં આ વિસ્તારના સાંસદ રાજવીર દિલેર અને તેની પુત્રી મંજુ દિલેરે ફસાવેલ છે .

               તેનું કારણ એ છે કે બીજો પક્ષ એટલે કે યુવતીનો પરિવાર વાલ્મીકી જ્ઞાતિનો છે અને સાંસદ પણ તેમની જ બિરાદરીના છે જયારે આરોપી ઠાકુર છે . તેમણે કહ્યુ કે મારો પુત્ર દોષિત હોય તો તેને સરેઆમ ગોળી મારી દયો . પરંતુ આ મામલામાં નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા છે . તેમણે કહ્યું કે બધા એકબીજાના પડોશી છે અને આજુ બાજુમાં રહેતા હોય તો ઝઘડા થતા રહે છે . તેમણે એવુ પણ કહેલ કે ઘટના ૧૪ સપ્ટેમ્બરે બની હતી અને ત્યારે એકમાત્ર સંદીપનું નામ આરોપી તરીકે હતું . આ પછી રાજવીર દિલેરની પુત્રી મંજુ દિલેરે ફેસબુક ઉપર વધારાના નામો જાહેર કરેલ

(5:21 pm IST)