Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગોંડલ રોડ પરથી સગીર ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડાયો

મોટામવા અને ગોંડલ રોડ પરથી બે અને અમરેલીમાંથી એક બાઇક ચોર્યાની કબુલાત

રાજકોટ, તા.૨૫: શહેર પોલીસ કમિશ્નનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર એએસઆઇ આર.બી.જાડેજાની હેડ કોન્સ વિજયગીરી, ભગીરથસિંહ, અરજણભાઇ, વિરેન્દ્રસિંહ, ધર્મરાજસિંહ, મનીષભાઇ, રવિશભાઇ તથા રૂપેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ પરીન ફર્નિચર પાછળની શેરીમાંથી એક સગિરને ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી લઇ ત્રણેય બાઇક કબ્જો કર્યા હતા. તેણે આ બાઇક મોટા મવા  બીજુ ગોંડલ રોડ પરિન ફર્નિચરની બાજુની શેરીમાંથી અને ત્રીજુ બાઇક અમરેલીમાં મોટા બસ સ્ટેશનના પાર્કીગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(3:44 pm IST)
  • અમદાવાદના જાણીતા ડેવલપર ગ્રુપ ઉપર ઇડીની તપાસ શરૂ : એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે અમદાવાદના શ્રી આશીષ પટેલના રાધે ડેવલપર ગ્રુપ ઉપર 'સર્ચ' તપાસ શરૂ કરી છે. તેમના ૨૦૦ કરોડના જમીન પ્રોજેકટ અંગે હવે 'પીએમએલએ' હેઠળ આ તપાસ શરૂ થયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 12:50 pm IST

  • બપોરે ૧૨-૩૦ વાગ્યે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થશે સાથોસાથ ગુજરાતની પેટાચૂંટણીઓની તારીખ પણ જાહેર થશે access_time 10:48 am IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST