Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વલસાડ જિલ્લા પંચાયતની સમાન્ય સભામાં કબાટ કૌભાંડ ગાજ્યું

વલસાડ : વલસાડ જિલ્લા પંચાયતની ખાસ સામાન્‍ય સભા તા.૪ સપ્ટેમ્બર શુક્રવારના રોજ  રાજીવગાંધી સભાગૃહ ખાતે જિલ્લા પ્રમુખ મણિલાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં 15માં નાણાં પંચ માંથી વિકાસના કામો ફાળવવા ઉપરાંત સભામાં વિરોધપક્ષના નેતા ભોલા પટેલે જિલ્લા પચાયતના બહુચર્ચિત આઇ.સી.ડી.એસ ના ફર્નિચર વિવાદ મુદ્દે તેમાં જવાબદારો સામે હજુ કાર્યવાહી ન કરવાના મુદ્દે રજુઆત કરી હતી.જોકે નાયબ ડીડીઓ એ આ મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી કરાઈ છે,પોલીસ ફરિયાદો પણ થઈ છે.ઉપરાંત જિલ્લા પચાયતની મીટીંગો ખાનગી સ્થળોએ યોજાતી હોવાના અખબારી અહેવાલો અંગે જવાબ માંગ્યો હતો. મોટાપોઢા જી.પ.સભ્ય રતનબેન પટેલે વરસાદમાં ગ્રામ્ય વિસ્તારમાં જર્જરિત માર્ગો રીપેર કરવા,માર્ગો બાજુમાં ઝાડી ઝાખરાઓ દૂર કરવા રજુઆત કરી હતી.માજી જી.પ.સભ્ય ચેતન પટેલે સભ્યો દ્વારા પુછાતા પ્રશ્નો રદ કરવાની કલમ રદ કરવાની માગણી કરી હતી. સભા દરમિયાન, ધોડીપાડા, કોળીવાડ, કરજગામ, કનાડુ અને બિલિયાને રેવન્‍યુ વિલેજ જાહેર કરવા, વલસાડ જિલ્લા પંચાયત વર્ગ-૩ના કર્મચારી મંડળને માન્‍યતા આપવા, રેતી રોયલ્‍ટીના ફેર દરખાસ્‍તના કામો, ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ગ્રાન્‍ટના કામો, જિલ્લા કક્ષા સ્‍ટેમ્‍પ ડયુટીની ગ્રાન્‍ટના કામો, તથા પ્રમુખ સ્‍થાનેથી રજુ થતા કામો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.,સભાની શરૂઆતમાં માજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન અંગે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.ડીડીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:06 pm IST)