Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

નાંદોદ તાલુકાના જુનાઘાટા સ્થિત ટકારાનો ધોધ હાલ ચોમાસામાં પુર બહાર ખીલી ઉઠ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જુના ઘાટા ગામે એક ખાડી આવેલી છે તેના પર ટકારા ધોધ આવેલો છે નાંદોદ તાલુકામાં અત્યાર સુધીમાં ૮૩૯ મિ.મી. વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેને લઈને નાંદોદ તાલુકામાં નદીઓ, નાળાઓ,ચેકડેમો ઉભરાયા હતા ઝરણાંઓ પણ ફૂટી નીકળ્યા છે.ત્યારે નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામે એક ખાડી આવેલી છે અને આ ખાડીની આસપાસ ડુંગર આવેલો હોય તેમાં થઈ ખાડી વહી રહી છે, કાળી મીઢં પથ્થરની શિલાઓ ઉપરથી ટકારાધોધ પૂરબહારમાં વહી રહ્યો છે જેથી હાલ ટકારા ધોધનું નિર્મળ પાણી સુંદર લાગી રહ્યું છે.ત્યાં નયનરમ્ય અને મનોહર દ્રશ્યો સર્જાયલા છે જોકે કોરોના વાયરસ મહામારીને લઈને હાલ ટકારા ધોધ જોવા પર પ્રતિબંધ છે પણ ટકારા ધોધનું સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઉઠ્યું છે.

(4:11 pm IST)