Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકને નગ્ન કરી લોકો માર મારતા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો

છોટાઉદેપુર:જિલ્લાના બોડેલી નજીક આવેલા વાઘવા ગામ નજીક એક યુવકને નગ્ન કરીને તવેરા ગાડી સાથે બાંધીને કેટલાક લોકો માર મારતા હોવાની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થઇ હતી મામલો પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે તવેરા સાથે બાંધેલો યુવક વાઘવા ગામનો છે અને ફાંટા ગામની પરિણીતા સાથે તેને આડા સંબંધ હોવાની શંકા રાખીને પરિણીતાના પતિ અને તેના સંબંધીઓ તેને મારી રહ્યા છે.

ઘટનાની આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ ચુકી છે જે મુજબ વાઘવા ગામનો યુવક પ્રવિણ મંગાભાઇ રાઠવા ગત તા. ઓગસ્ટના રોજ વહેલી સવારે .૩૦ વાગ્યે તવેરા ગાડી લઇને પાવીજેતપુર ખાતે શાકભાજી લેવા જતો હતો ત્યારે ફાટા ગામ પાસે રસ્તામાં કોઇએ ઝાડનું થડ આડુ મુકીને રસ્તો આંતરવાની કોશીશ કરી હતી પરંતુ પ્રવિણે તવેરા ઉભી રાખી હતી અને લાકડુ કુદાવીને આગળ જતો રહ્યો હતો થોડે દૂર જતાં રસ્તા પર બે બાઇક આડી મુકીને કેટલાક લોકો ઉભા હતા આથી પ્રવિણે તવેરા ઉભી રાખવાની ફરજ પડી હતી.

(5:43 pm IST)