Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સુરતના રાંદેર રોડ પર વૃદ્ધાના બંધ મકાનને નિશાન બનાવી ગઠિયાએ 1.42 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત:રાજકોટ-વીરપુર ખાતે પુનમ ભરવા જનાર વૃધ્ધાના રાંદેર રોડ તાડવાડી સ્થિત સીમાનગરના બંઘ ઘરને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના મળી રૂા. 1.42 લાખની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા.

રાંદેર રોડ તાડવાડી સ્થિત વેલકમ ટાવરની બાજુમાં સીમાનગર સોસાયટીના ઘર નં. સી 3 ના પહેલા માળે રહેતા ડૉ. સુધાબેન રમણલાલ ઠક્કર (ઉ.વ. 75) અપરિણીત છે અને એકલવાયું જીવન વ્યતિત કરે છે. મૂળ ભરૂચના હાજીખાના વિસ્તારના રહેવાસી સુધાબેન નિયમીતપણે વીરપુર ખાતે પુનમ ભરવા માટે જાય છે. 

જે અંતર્ગત ગત તા. 26 જુલાઇના રોજ તેઓ પુનમ ભરવા માટે ગયા હતા અને ત્યાર બાદ પરત સુરત આવવાના હતા પરંતુ ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી તેઓ વીરપુર ખાતે જ રોકાય ગયા હતા. 

દરમ્યાનમાં તસ્કરોએ તેમના બંઘ ઘરના દરવાજાનો નકુચાના સ્ક્રુ ખોલી અંદર પ્રવેશી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. 1.42 લાખની મત્તાના ચોરી ફરાર થઇ ગયા હતા. 

(5:37 pm IST)