Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજ્યમાં કોરોનાની દહેશતમાં આજે નોંધપાત્ર સુધારો : છેલ્લા ઘણા દિવસોમાં પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં નવા 1295 પોઝિટિવ કેસ નોંધવા સામે રેકર્ડબ્રેક 1445 લોકોએ કોરોનને માત આપી : આજે વધુ 13 લોકોના દુખદ અવસાન સાથે કુલ મૃત્યુઆંક 3136 થયો : આજ સુધીના કુલ પોઝિટિવ કેસનો આંક 1,06,966 થયો અને કુલ 87,479 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 265 કેસ, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 124 કેસ, જામનગરમાં 99 કેસ, રાજકોટમાં 134 કેસ, ભાવનગરમાં 41 કેસ, કચ્છમાં 32 કેસ, પંચમહાલમાં 34 કેસ, જૂનાગઢમાં 36 કેસ, અમરેલીમાં 27 કેસ નોંધાયા : આજે પણ રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની દહેશતમાં આજે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોમાં પ્રથમ વખત આજે છેલ્લા 24 કલાકમાં નવા 1295 પોઝિટિવ કેસ નોંધવા સામે રેકર્ડબ્રેક 1445 લોકોએ કોરોનને માત આપી છે. જયારે આજે વધુ 13 લોકોના દુખદ અવસાન થતાં કુલ મૃત્યુઆંક 3136 થયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,06,966  થયો છે અને આજે વધુ 1445 દર્દીઓ સાજા થતા કુલ 87,479 લોકોએ કોરોના સામે જંગ જીત્યો  છે.

રાજ્યમાં આજે નોંધાયેલ 1295 પોઝિટિવ કેસમાં આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 265 કેસ, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 124 કેસ, જામનગરમાં 99 કેસ, રાજકોટમાં 134 કેસ, ભાવનગરમાં 41 કેસ, કચ્છમાં 32 કેસ, પંચમહાલમાં 34 કેસ, જૂનાગઢમાં 36 કેસ, અમરેલીમાં 27 કેસ નોંધાવાની સાથે આજે પણ રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહેતા લોકોમાં જબરી ચર્ચાઓ જાગી છે.

આ સાથે રાજ્યમાં કુલ 16351 એક્ટિવ કેસ છે જેમાં 16269 લોકો સ્ટેબલ છે અને 82 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ આ સાથે નીચે જોઈ શકાય છે.

(8:00 pm IST)