Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વિરમગામ વિધાનસભા વિસ્તારના પ્રશ્નો અંગે ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી

ઘોડા ફીડર કેનાલને પાકી કરવા તથા રોડ રસ્તાના નવીનીકરણ માટે રજૂઆત કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ મળી વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ઘોડા ફીડર કેનાલને કાચી માંથી પાકી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરમગામ વિધાનસભા વિસ્તારના રોડ-રસ્તાના નવીનીકરણ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

(8:36 pm IST)