Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

CBSE અભ્યાસક્રમમાં ૩૦ ટકા ઘટાડો કરાયો

અમદાવાદ તા. ૯ :.. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ) માં કોરોના કાળની પરિસ્થિતિના કારણે ૩૦ ટકા અભ્યાસક્રમ ઓછો કરી દેવામાં આવ્યો છે, સાથે સાથે પરીક્ષાનાં ફોર્મ ભરવાની શરૂઆત પણ કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે હજુ સુધી શાળાઓ શરૂ કરવામાં આવી નથી, પરંતુ  શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવી રહ્યા છે. માત્ર ચાલુ શૈક્ષણીક વર્ષ ર૦ર૦-ર૧ માટે સીબીએસઇ દ્વારા કોર્સમાં ૩૦ ટકા ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. આમ, આ ઘટાડો માત્ર આ વર્ષ પૂરતો જ છે. આ વખતે સીબીએસઇમાં ૧૧ અને ૧ર ધોરણમાં ગણિતનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે એપ્લાઇડ મેથેમેટિકસ નવો ીવકલ્પ અપાયો છે.

આગામી વર્ષ ર૦ર૧ માં લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે ધોરણ-૧૦ અને ૧ર નાં ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ ફોર્મ ૧પ ઓકટોબર સુધી ભરી શકાશે. ત્યારબાદ ૩૧ ઓકટોબર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ પરનું ભારણ ઘટાડવા સીબીએસઇએ શૈક્ષણીક વર્ષ ર૦ર૦-ર૧ ના માત્ર એક વર્ષ માટે ધોરણ-૯ અને ૧૧ ના અભ્યાસક્રમમાં પણ ૩૦ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જે પ્રકરણ ઘટાડવામાં આવ્યા છ તે પ્રકરણ પણ વિદ્યાર્થીઓને સમજાવવા પડશે, કારણ કે તની સાથે અન્ય પ્રકરણ પણ સંકળાયેલાં હોઇ શકે, જો કે પ્રકરણ  ઘટાડવામાં આવ્યા છે તેનો સમાવેશ આંતરીક મૂલ્યાંકન અને બોર્ડની પરીક્ષામાં કરવામાં આવશે નહીં.

(4:01 pm IST)