Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભારત બાદ જાપાને આપ્યો ચીનને મોટો ઝટકો:કારખાનાઓ ચીનથી એશિયન દેશોમાં સ્થળાંતર કરતું હોવાનું માહિતી

નવી દિલ્હી: ભારત બાદ જાપાને ચીનને એક ઝટકો આપ્યો છે. જાપાન એવી કંપનીઓને સબસિડીના રૂપમાં પ્રોત્સાહનોની ઘોષણા કરી છે કે જેઓ તેમના કારખાનાઓને ચીનથી એશિયન દેશોમાં સ્થળાંતર કરે છે. ભારતને પણ આનો ફાયદો થશે. જાપાની પોર્ટલ નિક્કી એશિયન રિવ્યુના સમાચાર અનુસાર જાપાને તેના સબસિડી પ્રોગ્રામનો વિસ્તાર કર્યો છે. તેનું લક્ષ્‍કોઈ ચોક્કસ ક્ષેત્ર પરની તેની અવલંબન ઘટાડવાનું અને કટોકટીમાં તબીબી પુરવઠો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ટકાઉ પુરવઠો પૂરો પાડી શકે તેવી એક સિસ્ટમનો વિકાસ કરવાનો છે.

           

               નોંધપાત્ર વાત છે કે અગાઉ જુલાઇ મહિનામાં જાપાને ચીનમાં વેપાર કરતી 57 જાપાની કંપનીઓને પાછા બોલાવવાનું નક્કી કર્યું હતું. ભારત અને જાપાન નહીં, અમેરિકા, તાઇવાન જેવા દેશો પણ ચીનમાંથી પોતાની કંપનીઓને પાછા બોલાવવાની નીતિ પર કામ કરી રહ્યા છે.

(6:01 pm IST)
  • ભારતમાં સરકારી નોકરીઓ ઉપર પ્રતિબંધની અફવાને નાણાં મંત્રાલયનો રદિયો : હાલની રાજકોષીય સ્થિતિને ધ્યાને લઇ કેન્દ્ર સરકારની ઓફિસોને કરકસર કરવાની સૂચના આપી છે : ભરતીની પ્રક્રિયા યથાવત ચાલુ રહેશે access_time 7:30 pm IST

  • ૪૦ લાખનો આંક વળોટયો : દેશમાં કોવિડના કુલ કેસની સંખ્યા ૪૦ લાખને વળોટી આજે સવારે ૪૦,૨૩,૧૭૯ ઉપર પહોંચી છે જેમાં સાડા આઠ લાખ જેવા એકટીવ કેસો છે. access_time 12:50 pm IST

  • ચીન ભારત ઉપર દાદાગીરી કરશે? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ચીન ભારતને ડરાવશે-ધમકાવશે? ટ્રમ્પે કહ્યું હું આશા રાખુ કે આવુ નહીં કરે... પણ તેઓ આવુ ચોક્કસ કરી શકે છે અનેક લોકોએ વિચાર્યું પણ ન હોય તેટલી હદે ચીન આવું કંઇ પણ કરી શકે છે. તેમ ટ્રમ્પે ઉમરલ access_time 1:00 pm IST