Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

પાકિસ્તાનમાં ભુસખ્લનના કારણોસર 10 મજૂરોના મૃત્યુ

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં સોમવારના રોજ ભુસખ્લનના કારણોસર એક માર્બલની ખાણ ધરાશાયી થતા ઓછામાં ઓછા 10 મજૂરોના મૃત્યુ નિપજ્યા છે તેમજ આંઠ થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                 ઘટના ખૈબર પખ્તુનખ્વાના મહોમ્મ્દ જિલ્લામાં આ ઘટના બની હતી જ્યાં આ મજુર કામ કરી રહ્યા હતા બચાવ દળના સભ્યોએ 10 મજૂરોના મૃતદેહ મળ્યા હોવાની  માહિતી આપી હતી તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:21 pm IST)