Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

નબળા ઈન્ટરનેટના કારણોસર બાળકોને ઝાડ પર ચડી અભ્યાસ કરવાની પરિસ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી: નબળા ઈન્ટરનેટની તકલીફ માત્ર ભારત અને ભારતના ગામડાઓમાં નથી, ઠેર-ઠેર છે, માર્ચ મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ છે ત્યારથી અલ સાલ્વાડોરમાં પણ વિદ્યાર્થીઓ ટેકરીઓ પર ચડીને અથવા તો ઝાડની ટોચે ચડીને વાઈ-ફાઈ કનેકશનનાં સિગ્નલ્સ મેળવવાની કોશીશ કરી રહ્યા છે.

                              માત્ર ભારતમાં નહીં પરંતુ અન્ય દેશોમાં પણ નબળા ઈન્ટરનેટના કારણોસર ઓનલાઇન અભ્યાસ કરતા બાળકોની હાલત કફોડી બની ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(4:58 pm IST)
  • મહેશ માંજરેકર પાસેથી ૩પ કરોડ માંગનાર ઝબ્બે : ડોન અબૂ સાલેમના નામે એકટર-ડિરેકટરને ધમકી આપી ૩પ કરોડની ખંણીની માંગણી કરનારો શખ્સ ઝડપાયો access_time 3:32 pm IST

  • મુહર્રમ જુલુસની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી : કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી ન શકાય : જો જુલુસ નીકળે તો અરાજકતા ફેલાશે : મુહર્રમ જુલુસ માટે કોઇ સ્પષ્ટ સ્થળ નથી હોતું કે જયાં સાવધાની રાખી શકાય access_time 3:49 pm IST

  • ' આમ આદમી પાર્ટી ' વિરુદ્ધની ઝુંબેશમાં જોડાવાનો અન્ના હજારેનો ઇન્કાર : દિલ્હી ભાજપ આગેવાન આદેશ ગુપ્તાના આમંત્રણને શરમજનક ગણાવ્યું : દસ બાય દસની રૂમમાં રહેતા ,સત્તા અને સંપત્તિ વિનાના ફકીર પાસે તમે શું અપેક્ષા રાખો છો ? : કેન્દ્રમાં તમારી સત્તા હોવા છતાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં શા માટે લેતા નથી ? અન્ના હજારેનો જડબાતોડ જવાબ access_time 8:13 pm IST