Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

WHOએ આપ્યા ચિંતાજનક સમાચાર

આગામી વર્ષના મધ્ય સુધી નહી બને કોરોના વેકસીન

 જિનેવા,તા.૫ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)ફરી કોરોના વેકસીનને લઇને નવું નિવેદન જાહેર કર્યું છે. તેમનું માનવું છે કે કોરોના વેકસીન આગામી વર્ષના મધ્ય સુધી બનશે નહીં. WHOના પ્રવકતા માર્ગરેટ હેરિસે કહ્યું કે અત્યાર સુધી ઉન્નત નિદાન પરિક્ષણોમાં જેટલી પણ દવા કંપનીઓ વેકસીન બનાવી રહી છે તેમાંથી કોઈપણ અત્યાર સુધી ઓછામાં ઓછા ૫૦ ટકાના સ્તર પર ખરી ઉતરી નથી.

 બીજી તરફ અમેરિકી સંસ્થા સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશને (સીડીસી)જન સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એજન્સીઓને બતાવ્યું કે તે ઓકટોબર કે નવેમ્બર સુધી બે વેકસીન તૈયાર કરી શકે છે. ગત સપ્તાહે સીડીસી દ્વારા જન્ય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સંસ્થાઓને મોકલેલા દસ્તાવેજોમાં વેકસીનને 'એ'અને 'બી'નામ આપવામાં આવ્યું છે. જેમાં વેકસીન સાથે જોડાયેલી બધી મહત્વની જાણકારીઓ સામેલ છે. જેમ કે વેકસીનની શોધ વચ્ચેના સમયે કયા તાપમાને તેની રાખવાની છે. આ માનક મોર્ડના અને ફાઇજર કંપની દ્વારા તૈયાર વેકસીનના માનકોને ભળતા છે

 અમેરિકામાં એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેકસીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.કંપનીના મતે અમેરિકામાં કુલ ૮૦ સ્થાન પર ૩૦ હજાર સ્વંયસેવકો પર તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે

 હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે એસ્ટ્રાજેનેકા વેકસીન પરિક્ષણ ત્રીજા ચરણમાં પહોંચી ગઈ છે અને તે તે વેકસીનની યાદીમાં સામેલ છે જેનો ઉપયોગ ઘણો જલ્દી કોરોના સામે લડવામાં કરવામાં આવશે. આ મહિના તે બજારમાં આવે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

(10:16 am IST)