Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

આજે શિક્ષક દિવસ

આજે એટલે કે ૫ સપ્ટેમ્બરે 'શિક્ષક દિવસ' છે, પરંતુ આ માત્ર ભારતમાં જ ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં 'વર્લ્ડ ટીચર્સ ડે' કે 'ઇન્ટરનેશનલ ટીચર્સ ડે' ૫ ઓકટોબરના રોજ ઉજવવામાં આવે છે.

વર્ષ ૧૯૬૨માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાં સુધી તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે કામ કરતા હતા. તેમના મિત્ર અને પૂર્વ વિદ્યાર્થીઓ ૫ સપ્ટેમ્બરે તેમનો જન્મ ધૂમધામથી ઉજવવા માગતા હતા. ડો. રાધાકૃષ્ણનને આ વાત ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે, મારો જન્મદિવસ ન ઉજવો, પણ શિક્ષકોનું સન્માન કરો. તે દિવસથી શિક્ષક દિવસની શરૂઆત થઇ અને ૫૮ વર્ષથી ભારતમાં ૫ સપ્ટેમ્બરે ટીચર્સ ડેની ઉજવણી થઇ રહી છે.

ડો. રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ થયો હતો. તેઓ સ્કોલર અને ફિલોસોફર હતા. તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું કહેવું હતું કે, સોસાયટીને આકાર અને દિશા આપવાનું કામ એક શિક્ષક જ કરે છે, પરંતુ તે શિક્ષકની અવગણના પણ થાય છે. આથી તેમના માટે એક દિવસ હોવો જોઈએ, જેથી લોકો તેમનું યોગદાન યાદ રાખે. તેમનું સન્માન કરે.

૧૯૬૬માં ૫ ઓકટોબરના રોજ યુએનમાં પ્રથમવાર શિક્ષકોના રોલની ચર્ચા થઇ હરી. શિક્ષકોની શિક્ષા, રોજગાર, ટીચિંગ અમે લર્નિંગ જેવી વસ્તુઓ પર વિસ્તૃતે ચર્ચા થઇ હતી. ૧૯૯૪માં યુનેસ્કો જયારે ૨૧મી સદીના શિક્ષણને લઇને પોતાના ટાર્ગેટ ફિકસ કર્યું હતું ત્યારે તેમને શિક્ષકોના સન્માનમાં ઉજવણી કરવાની જરૂર લાગી. ૫ ઓકટોબરનો દિવસ ઇન્ટરનેશનલ ટીચર્સ ડે તરીકે નક્કી કરવામાં આવ્યો.

(2:39 pm IST)