Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભારતમાં કોવિદ -19 ના કહેર વચ્ચે " અક્ષયપાત્ર " ની કાબિલેદાદ સેવા : છેલ્લા 6 માસમાં જુદા જુદા 17 રાજ્યોમાં 77 મિલિયન ભોજન ડીશ વિતરણ કરી ભૂખ્યાજનોની આંતરડી ઠારી

ન્યુદિલ્હી : ભારતના છેવાડાના વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ લોકોને મધ્યાહન ભોજનની સેવા પુરી પાડતા અક્ષયપાત્ર ફાઉન્ડેશને કોવિદ-19 મહામારી વચ્ચે  બેરોજગાર બની ગયેલા લોકોને તેમના સ્થળ ઉપર જઈને  77 મિલિયન ભોજન ડીશ વિતરણ કરી ભૂખ્યાજનોની આંતરડી ઠારવાનું કામ કર્યું છે.જે અંતર્ગત લોટ,સહિતની રસોઈ માટેની સામગ્રીનું પણ વિતરણ કરાયું હતું .

અક્ષયપાત્ર દ્વારા પુરા પાડવામાં આવેલ ભોજનનો લાભ દેશના 17 રાજ્યોના 52 સેન્ટર ઉપર આપવામાં આવ્યો હતો.જેમાં આસામ ,હિમાચલ પ્રદેશ ,ઝારખંડ ,મધ્ય પ્રદેશ ,પંજાબ ,ત્રિપુરા ,ઉત્તર પ્રદેશ ,ઉત્તરાખંડ ,પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોનો સમાવેશ થતો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:39 pm IST)