Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ચીનનો દાવોઃ ભારતીય સૈનિકોએ એલએસી પર વોર્નિગ શોટસ ફાયર કર્યા

બીજીંગ, તા.૮: ચીનનું કહેવું છે કે સોમવારે એલએસી પર તહેનાત ભારતીય સૈનિકોએ ફરી એક પાર ગેરકાનૂની રીતે વાસ્તવિક સીમારેખાને પાર કરી અને ચીનની સીમા પર તહેનાત સૈનિકો પર વોર્નિગ શોટસ ફાયર કર્યા.

ચીનના જણાવ્યા પ્રમાણે ચીની સૈનિક વાતચીત કરવાના હતા. ભારત તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ચીનની સેનાના એક પ્રવકતાના હવાલેથી લખ્યું છે કે સ્થિતિને સ્થિર કરવા માટે ચીની સૈનિકોએ મજબૂરીમાં જવાબી કાર્યવાહી કરવી પડી હતી.

ભારતીય સમાચાર એજન્સી એએનઆઈએ પણ કહ્યું છે કે એલએસી પર પૂર્વ લદ્દાખમાં ફાયરિંગ થયું છે.

ચીની સેનાના પ્રવકતા સીનિયર કર્નલ જાંગ શિયૂલીને એક નિવેદન જારી કરીને કહ્યું, 'ભારતીય સૈનિકોએ ભારત-ચીન સીમાના પશ્ચિમ ભાગમાં એલએસી પાર કરી અને પેન્ગોંગ ત્સો લેકના દક્ષિણ કિનારાની નજીક શેનપાઓ પહાડ વિસ્તારમાં ઘુસ્યા હતા.'

નિવેદન અનુસાર ભારતીય સેનાના આ પગલાંથી બંને પક્ષો વચ્ચે જે સહમતી બની હતી, આ તેનું ગંભીર ઉલ્લંઘન છે અને આ વિસ્તારમાં તેનાથી તણાવ વધ્યો છે.

(10:00 am IST)