Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લડાખમાં ભારત-ચીન વચ્ચે ટેન્શન વધ્યું

૪૫ વર્ષ બાદ LAC પર ભારત-ચીન સૈનિકો વચ્ચે ફાયરિંગ

૧૯૭૫ બાદ પહેલીવાર ગોળીઓ ચાલી : ચીન તરફથી ફાયરિંગ થતાં ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી/લદાખ,તા.૮ : લદાખમાં ભારત અને ચીનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. સોમવાર મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક  પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ૧૯૭૫ બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે.

ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવકતા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ.

ચીની મીડિયાના પ્રવકતાએ આરોપ લગાવ્યો કે જયારે ચીની સેનાની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો તેઓએ જવાબમાં વોર્નિંગ શોટ ફાયર કર્યા. અત્યાર સુધી ચીનના આ નિવેદન પર ભારત સરકાર કે ભારતીય સેના તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આપવામાં આવ્યું.

ભારતીય સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી કે વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ચીનની નજર આપણા બ્લેક ટોપ અને હેલ્મેટ ટોપ પર છે. સરહદ પર તૈનાત જવાન ત્યારથી હાઈ એલર્ટ પર છે જયારથી ચીન તરફથી હાલમાં ચોટીઓ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આપણા જવાનોએ આ બંને ચોટીઓને સંપૂર્ણ પણે નિયંત્રણમાં લઈ લીધી છે. તેનાથી ગુસ્સે ભરાયેલા ચીની સૈનીક આ બંને ચોટીઓ પર નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા છે.

અડધી રાત્રે ફરી ચીનના ષડયંત્રનો ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યોઃ લડાખમાં PLA જવાનોને ખદેડ્યા

નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે સરહદી ટેન્શન ચરમ પર પહોંચી ગયું છેઃ સોમવારે રાત્રે લડાખ સીમાએ જે થયું તે છેલ્લા ૪ દાયકામાં નથી થયું: ગોળીબારની ઘટના થઇ હતી. કાલા ટોપ અને હેલ્મેટ ટોપ સહિત પેંગોંગ વિસ્તારમાં ભારતનો કબ્જો છે. જે મહત્વનો છે તેથી જ  ચીન અકળાય છેઃ ગઇ રાત્રે ચીની સેના બોર્ડર પર આગળ વધી હતી આ દરમ્યાન ભારતીય સૈન્યમાં  વોર્નિંગ શોટ કર્યા પછી ચીની સેના પાછળ ચાલી ગઇ હતી : ચીની સેના તરફથી પણ ગોળીબાર થયો જેનો ભારતે જવાબ આપ્યો જો કે પછી સ્થિતી શાંત થઇ છે.

(11:12 am IST)