Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૨૬ સેકટર્સ માટે નાણાકીય માપદંડ નક્કી કરાયા

રીઝર્વ બેંકે સ્ટ્રેસ્ડ લોન પર કામત કમિટિનો રિપોર્ટ જારી કર્યો

નવી દિલ્હી તા. ૮ : ભારતીય રીઝર્વ બેંકે સોમવારે કે વી કામતની આગેવાનીવાળી સમિતિનો રિપોર્ટ જાહેર કર્યો હતો. રીઝર્વ બેંકે કામત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ નાણાકીય માપદંડોને સ્વીકૃતિ આપી દીધી છે. કામત કમિટિએ ૨૬ સેકટરો માટે નાણાકીય માપદંડો નક્કી કર્યા છે. તેમાં લીકવીડીટી, લોન અને સર્વિસીબીલીટી જેવા માપદંડો સામેલ છે. લોન રીસ્ટ્રકચરીંગની જાહેરાત કોરોના મહામારીના લીધે કંપનીઓ સામે આવેલી અડચણોને ખતમ કરવા કરાઇ હતી. ગયા અઠવાડિયે જ કામત કમિટિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો.

ગયા મહિને ૭ ઓગસ્ટે રીઝર્વ બેંકે લોન રીસ્ટ્રકચરીંગ માટે એક એકસપર્ટ કમિટી બનાવવાની જાહેરાત કરી હતી. તેની અધ્યક્ષતાની જવાબદારી કે વી કામતનેસોંપવામાં આવી હતી. રીઝર્વ બેંકે કમિટીને રિઝોલ્યુશન માટે નાણાકીય માપદંડો બાબતે પ્લાન રજૂ કરવા કહ્યું હતું. એક અઠવાડિયા પહેલા જ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બેંકો અને નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને જેમ બને તેમ જલ્દી રિસ્ટ્રકચરીંગ પ્લાન રોલ આઉટ કરવા કહ્યું હતું.

(11:47 am IST)