Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

EPFOની કાલે બેઠકઃ નોકરીયાત, ડોકટર, વકીલ સહિત આ પ્રોફેશનલ્સનો થઈ શકે છે PF સ્કીમમાં સમાવેશ

સરકાર સિકયોરીટી સ્કીમ કર્મચારી ભવિષ્ય નિધીનો દાયરો સ્વરોજગાર લોકો સુધી વધારી શકેઃ EPFO દ્વારા સંચાલિત પ્રોવિડેન્ટ ફંડ તથા પેન્શન સ્કીમને સબ્સક્રાઈબ કરી શકેઃ ઓછામાં ઓછા ૧૦ કર્મચારીઓ કામ કરતા હોય

નવી દિલ્હી, તા.૮: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની બુધવારે થનારી બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ પર વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૮.૫ ટકા વ્યાજ આપવાના નિર્ણયની ખરાઈમાં મોડુ થવાના મામલા પર ચર્ચા થઈ શકે છે. તેમજ કેન્દ્ર સરકાર હવે પોતાની સિકયોરીટી સ્કીમ કર્મચારી ભવિષ્ય નિધિનો દાયરો સ્વરોજગાર લોકો સુધી વધારી શકે છે. જો કેન્દ્ર સરકાર એવું કોઈ પગલુ ભરે છે તો હાલમાં જે સ્કીન હેઠળ નથી આવતા તેવા ૯૦ ટકા લોકો ભવિષ્ય નિધિનો લાભ મેળવી શકે છે. વર્તમાનનમાં કોઈ એવી સંસ્થાના કર્મચારી જ EPFO દ્વારા સંચાલિત પ્રોવિડેન્ટ ફંડ તથા પેન્શન સ્કીમને સબ્સક્રાઈબ કરી શકે છે. જેમાં ઓછામાં ઓછા ૧૦ કર્મચારીઓ કામ કરતા હોય.

ઈપીએફઓના કેન્દ્રીય ન્યાસી મંડળે ૫ માર્ચની બેઠકમાં ઈપીએફ પર ૨૦૧૯-૨૦ માટે વ્યાજ દર ૮.૫૦ ટકાની તરફેણ કરી હતી. જે પહેલા ૦.૧૫ ટકાથી ઓછી છે. ન્યાયી મંડળના અધ્યક્ષ શ્રમ મંત્રી સંતોષ ગંગવાર છે. ઈપીએફનો આ પ્રસ્તાવિત દર ૭ વર્ષનો ન્યૂનત્તમ દર હશે. કેન્દ્રીય ન્યાસી બોર્ડના આ નિર્ણયને નાણા મંત્રાલયની સહમતિ માટે મોકલવામાં આવ્યો હતો પરંતુ નાણા મંત્રાલય માંથી આમાં કોઈ અપ્રુવલ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલયની સહમતિથી ઈપીએફ પર વાર્ષિક વ્યાજ દરમાં સંશોધનનો નિર્ણય અમલમાં આવશે. અપ્રુવલના ડિલે થવાનો મુદ્દો ઉઠી શકે છે.

ઉલ્લેખનીય છે કે વકીલ, ડોકટર, ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ તથા અન્ય એવા સ્વરોજગાર વાળા લોકો સરકારના આ નવા પગલામાં લાભ મેળવી શકે છે. પોતાનું કોઈ કામ કરનારા કર્મચારી ભવિષ્ય નિધિને સબ્સક્રાઈબ કરી શકે છે. હાલમાં આ સંગઠન લગભગ ૬ કરોડ કર્મચારીઓના રિટાયર્ટમેન્ટ ફંડને મેનેજ કરી શકે છે.

જોકે હજુ સુધી આ આઈડિયા પર સરકાર વિચાર કરી રહી છે. આના પણ ફાઈનલ નિર્ણય લેવાનો બાકી છે. નિર્ણય સોશલ સિકયોરિટી કોર્ડ બિલના પાસ થયા બાદ કરવામાં આવશે. આ બિલને ગત વર્ષ લોકસભામાં રાખવામાં આવ્યું હતુ. નોંધનીય છે કે ૮ કેન્દ્રીય શ્રમ કાયદાને સોશિયલ સિકયોરિટી કોડમાં સમાવિષ્ટ કરાશે.

પીએફ પર વ્યાજદરની શું પડશે અસર

EPFO પોતાના એનુઅલ એક્રુઅલ્સનો ૮૫ ટકા ભાગ ડેટ માર્કેટમાં અને ૧૫ ટકા ભાગ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ દ્વારા ઇકિવટીઝમાં લગાવે છે. ગત વર્ષે માર્ચના અંતમાં ઇકિવટીઝમાં EPFOનું કુલ રોકાણ ૭૪,૩૨૪ કરોડ રૂપિયા હતું અને તેને ૧૪.૭૪ ટકાનું રિટર્ન મળ્યું હતું. જોકે, સરકારે એમ પણ ધ્યાન રાખવું પડશે કે પીએફ પર વ્યાજદર ઘટવાથી કર્મચારીઓનું સેન્ટિમેન્ટ ખરાબ થશે. કેમકે હવે તેઓને ઓછો નફો મળશે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વ્યાજદર ૮.૫૦%

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વ્યાજદર ૮.૬૫%

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં વ્યાજદર ૮.૫૫%

નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં વ્યાજદર ૮.૬૫%

(11:48 am IST)