Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

યુપીમાં ટોળાએ પોલીસની સામે જ હત્યાના આરોપીને ઢીબીને પતાવી દીધો

કુશીનગર તા. ૮ : ઉત્તરપ્રદેશમાં રોષે ભરાયેલા ટોળાએ હત્યાના આરોપીને પોલીસની નજર સામે જ મારી મારીને મોતને શરણ કરી નાખ્યાની ઘટના બહાર આવી છે.

વાયરલ થયેલ વીડીયોથી ચર્ચામાં આવેલ આ બનાવમાં વાત એમ હતી કે ગોરખપુર નિવાસી આ શખ્સે એક શિક્ષકની હત્યા કરી હતી. આ માટે તેણે પોતાના પિતાની બંદુકનો ઉપયોગ કર્યો હતો. તેના આ કર્તુત સામે રોષે ભરાયેલા ટોળાએ પોલીસની નજર સામે તેને એટલો માર માર્યો કે આ હત્યાનો આરોપી પણ મૃત્યુ પામ્યો હતો. વીડીયો કલીપમાં લોકો લાકડી વીંઝતા સ્પષ્ટ નજરે પડે છે.

(2:49 pm IST)