Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અફધાનીસ્તાનને પડખામાં લેવા ચીનનો નવો ખેલ

ઇસ્લામાબાદઃ અફઘાનીસ્તાનમાં અમેરીકન લશ્કર પાછુ ખેંચી લીધા પછી શાંતી સ્થાપવા અને અફઘાનીસ્તાનને પોતાની બાજુ લેવા ચીને મોટો દાવ ખેલ્યો છે.

ચીને તાલીબાનોને ઓફર કરી છે કે અફઘાનીસ્તાનમાં જો શાંતિની પુનઃસ્થાપનાની ખાત્રી આપે તો તાલીબાનો માટે ''રોડ-રસ્તા''નું નેટવર્ક તૈયાર કરી આપશે. તાલીબાનોની નજીક મનાતા પાકિસ્તાનના બે સીનીયર ટ્રાયબલ નેતાઓએ ટાંકીને અખબારી હેવાલોમાં પ્રસિધ્ધ થયેલ હેવાલમાં જણાવાયું છે. આ માટેની વાતચીત દરમિયાન ચીનના રાજદ્વારી તરફથી એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં જંગી રોકાણ કરવાની ઓફર કર્યાનું પણ જાહેર થયું છે.

ચીનાઓએ તાલીબાનોને ઓફર કરી છે કે તમે અફઘાનીસ્તાનમાં શાંતિ સ્થાયો અને ચીન રસ્તાઓમાં રોકાણ સાથે શરૂઆત કરશે.

ભવિષ્યમાં ચીન ઇલેકટ્રીસીટી પેદા કરવાના એનર્જી પ્રોજેકટો અને મધ્ય એશીયામાંથી (અફઘાનીસ્તાન મારફતે) ઓઇલ અને ગેસના ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે પણ ચીન મદદ કરવા ઇચ્છે છે.

(3:32 pm IST)