Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાને કોરોના પોઝીટીવ આવ્યો

પાટીલને અમદાવાદની એપોલોમાં દાખલ કર્યા

તાજેતરમાં સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી સેંકડો ભાજપ કાર્યકરોને રૂબરૂ મળનાર ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ અને પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાને કોરોના પોઝીટીવ આવ્યાનું જાણવા મળે છે. તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમણે ૨ દિવસ પહેલા જ બોટાદ - ભાવનગરનો કાર્યક્રમ અચાનક રદ્દ કર્યો હતો. દરમિયાન ભરતભાઇ પંડ્યાએ અકિલાને જણાવ્યુ હતું કે તેમને કોરોના પોઝીટીવ આવેલ છે. ભરતભાઈ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત સારી છે. જો કે તેમને થોડો તાવ છે.અમદાવાદના ભાજપ કાર્યાલયમાં ભરતભાઈ સહિત ૭ને કોરોના પોઝીટીવ આવ્યો છે. ભરતભાઈ પણ ઉત્તર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસેથી ગઈકાલે જ પાછા આવ્યા હતા.

(4:28 pm IST)