Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાઈ :જામીન પર સુનાવણી ચાલુ

તબીબી તપાસ બાદ એનસીબી ઓફિસથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરાઈ

મુંબઇ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ આજે (8 સપ્ટેમ્બર) સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સંબંધિત ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. આ પછી તેને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને અહીં તબીબી તપાસ કરાવી હતી. તબીબી તપાસ બાદ તેને ફરીથી એનસીબી ઓફિસમાં લાવવામાં આવી હતી.

તેમને એનસીબી ઓફિસથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી છે. હવે રિયાના વકીલ જામીન માટે અરજી કરશે. જોકે, સુનાવણી ચાલી રહી છે

આ પહેલા જ એનસીબીના અધિકારીએ કહ્યું હતું કે એજન્સી રિયા ચક્રવર્તીના રિમાન્ડની માંગ કરશે નહીં. એજન્સી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરશે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં દરરોજ નવા-નવા વળાંકો આવી રહ્યા છે. તો NCB દ્વારા સંબંધિત લોકોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રિયા ચક્રવર્તીની  ધરપકડના ભણકારા વાગી રહ્યા હતા. અંતે આજે સાંજે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યા બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જ્યાં NCB દ્વારા 14 દિવસની કસ્ટડી માગવામાં આવી હતી. જે મંજૂર થયાં હતા. જો કે, તેના જામીનને લઇને હજી ચુકાદો આવવાનો બાકી છે.

(10:51 pm IST)