Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સોફટવેરમાં કરાયા સુધારા

ખરીદનાર- વેચનાર વચ્ચે પ્રશ્નો ટાળવા GSTR- 2A, GSTR-1, GSTR-3B એકસાથે દેખાશે

મુંબઇ,તા.૯ : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં ઓનલાઇન કેટલાક જરૂરી સુધારા કર્યા છે. જેનાથી હવે ખરીદનાર અને વેચનાર વચ્ચે આઇટીસી કે ટેકસને લઇને કોઇ પ્રશ્નો કે મતભેદ ઊભા ન થાય. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના સોફ્વેરમાં જરૂરી સુધારા કરીને જીએસટીઆર-૨એમાં જીએસટીઆર-૧ અને ૩બી રિટર્ન સાથે દેખાશે. આમ થવાથી ખરીદનાર વ્યકિત વેચનાર વ્યકિતએ ટેકસ ભર્યો છે કે નહીં તે ઓનલાઇન જોઇ શકશે. આમ ટેકસ ભર્યો છે તો તેની આઇટીસી લઇ શકાશે કે નહીં  તેની જાણકારી પણ મેળવી શકાશે. જીએસટીમાં સરકારે ઓનલાઇન મોટા પાયે સુધારા કર્યા છે.  તાજેતરમાં જીએસટીઆર-૨એમાં સુધારો કરીને જીએસટી સપ્લાયર રિટર્ન ફઇલ કર્યું છે કે નહીં તે ખરીદનાર વ્યકિત જાણી શકશે. એટલ કે હવેથી જીએસટીઆર-૨એ પરથી ખરીદનાર વ્યકિત જાણી શકશે કે માલ આપનાર વ્યકિતએ જીએસટીઆર-૧ અને ૩બી રિટર્ન ભર્યા છે કે નહીં. આમ આનાથી ખરીદનાર વ્યકિતને ખાત્રી થશે કે વેચનાર વ્યકિતએ પૂરો ટેકસ ભર્યો છે કે નહીં તે જાણી શકાશે. આમ ભવિષ્યમાં તેને લગતી કોઇ જવાબદારી ન આવી પડે આમ આ ઓનાલાઇન સુવિધા શરૂ થતા વેચનારે ટેકસ ભર્યો છે કે નહી તે ખરીદનાર જાણી શકશે. આ સુધારાના કારણે ખરીદનાર વ્યકિતને આઇટીસીની ક્રેડિટ મેળવવામાં હવે પારર્દિશતા આવશે. અત્યાર સુધી ખરીદનાર વ્યકિત જયા સુધી વેચનાર વ્યકિત જીએસટી ટેકસ જમા ન કરે ત્યા સુધી આઇટીસી મેળવી શકતો ન હોતો પરંતુ હવે ઓનલાઇન થવાથી  ખરીદનાર વ્યકિત ટેકસને લઇને ચિંતા મુકત બનશે.

(9:50 am IST)