Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ના ભૂલે હૈં, ના ભૂલને દેંગે,

બિહારમાં ઠેર-ઠેર સુશાંતનાં સ્ટિકર્સ અને ફેસ માસ્ક

પટણા,તા.૯: બિહારમાં ઠેકઠેકાણે સુશાંત સિંહ રાજપૂતનો ફોટો ધરાવતાં સ્ટિકર્સ અને માસ્કસ જોવાં મળે છે. બીજેપીએ મૃતક અભિનેતાને ન્યાય અપાવવા માટે આ અભિયાન આદર્યું છે.બિહારમાં ઠેકઠેકાણે સુશાંત સિંહ રાજપૂતનો ફોટો ધરાવતાં સ્ટિકર્સ અને માસ્કસ જોવાં મળે છે. બીજેપીએ મૃતક અભિનેતાને ન્યાય અપાવવા માટે આ અભિયાન આદર્યું છે.બીજેપીની સાંસ્કૃતિક પાંખ – કલા સંસ્કૃતિ મંચ દ્વારા સુશાંતનો ફોટો ધરાવતાં સ્ટિકર્સ અને માસ્કસ વિતરિત કરાય છે, જેના પર મેસેજ લખેલો છે 'ના ભૂલે હૈં, ના ભૂલને દેંગે.'

બીજેપી કલા સંસ્કૃતિ મંચના રાજય કો-ઓર્ડિનેટર વરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે ૩૦,૦૦૦ સ્ટિકર્સ અને પોસ્ટર્સ તથા ૩૦,૦૦૦ ફેસ માસ્કસ પ્રિન્ટ કર્યાં છે.અમે મુંબઈમાં મૃત્યુ પામેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે એ માટેની ચળવળના સંકેતરૂપે આ સ્ટિકર્સ અને માસ્કસનો ઉપયોગ કરી રહ્યા છીએ.અમે ૧૬ જૂને આ ચળવળ શરૂ કરી હતી. બીજેપી કલા સંસ્કૃતિ મંચના ભાગરૂપે હું સુશાંતનું સમર્થન કરું છું. તે એક કલાકાર હતો અને હું પણ કલાકાર છું, એમ વરુણ સિંહે જણાવ્યું હતુ.

(11:20 am IST)