Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઓટો સેક્ટરમાં મંદી યથાવત : ઓગસ્ટમાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 26.81 ટકાનો ઘટાડો

ટ્રેકટરને બાદ કરતા તમામ પ્રકારના વાહનોનું વેચાણ ઘટ્યુ

અમદાવાદઃ પહેલાથી મંદ વેચાણનો સામનો કરી રહેલ ભારતના ઓટોમોબાઇલ સેક્ટરને કોરોના મહામારી અને તેને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનથી કમરતોડ ફટકો પડ્યો છે. લોકો માટે નાણાંકીય તરલતાની મુશ્કેલી સર્જાતા વાહનો ઓછા ખરીદી રહ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન (FADA)ના આંકડા મુજબ હાલની તહેવારોની સીઝન દરમિયાન ઓગસ્ટમાં પાછલા મહિનાઓની સરખામણીએ નવા વાહનોનું રજિસ્ટ્રેશન વધ્યુ છે જો કે એકંદરે વાર્ષિક તુલનાએ રજિસ્ટ્રેશન હજી પણ 26.81 ટકા ઓછુ રહ્યુ છે. પેસેન્જર વ્હિકલના વેચાણમાં પાંચ મહિના બાદ સિંગલ ડિજિટમાં ઘટાડો નોંધાયો.

FADAના આંકડા મુજબ ઓગસ્ટ 2020માં દેશની તમામ આરટીઓમાં 11,88,087 વાહનોનું રજિસ્ટ્રેશન થયુ છે. જે વાર્ષિક તુલનાએ વાહનોનું રજિસ્ટ્રેશનમાં 26.81 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે ઓગસ્ટ 2019માં 16,23,218 વાહનોનું રજિસ્ટ્રેશન થયુ છે. ઓગસ્ટમાં એક માત્ર ટ્રેક્ટરનું જ વેચાણ 27.80 ટકા વધ્યુ છે. ગત મહિને દેશમાં 67,406 નંગ ટ્રેક્ટર વધ્યા છે જે કૃષિ ક્ષેત્રે વધેલી પ્રવૃત્તિને આભારી છે. કારણ કે, દેશમાં ટ્રેક્ટરનો મોટાભાગે ઉપયોગ ખેતીવાડી અને ગ્રામી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન માટે થયો હતો

(1:52 pm IST)