Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૨૧ દિવસમાં કોરોનાના બદલે કરોડો રોજગાર કર્યા ખત્મ

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

નવી દિલ્હી તા. ૯ : રાહુલ ગાંધીએ કોરોના વાયરસને પગલે થયેલા લોકડાઉન પર ફરી એક વાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ બુધવારે એક નવો વીડિયો શેર કરતા કહ્યું કે અચાનક લોકડાઉન દેશના અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ સાબિત થયો છે. તેમણે કોરોના વાયરસને લઈને સરકારની તૈયારી અને અર્થવ્યવસ્થામાં સુધાર માટે ભરવામાં આવી રહેલા પગલાને લઈને સરકાર પર હુમલો કર્યો છે.

રાહુલે પોતાની ટ્વીટમાં લખ્યુ કે અચાનક કરવામાં આવેલ લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવું સાબિત થયું ઙ્ગછે. ૨૧ દિવસમાં કોરોના ખતમ કરવાનો વાયદો હતો પરંતુ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગ ખતમ કર્યા. મોદી જીનો જનવિરોધી ડિઝાસ્ટર પ્લાન જાણવા માટે વીડિયો જોવો.

રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે કોરોનાના નામ પર જે કરવામાં આવ્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજુ આક્રમણ ત્રીજો વાર હતો પરંતુ ગરીબ લોકો રોજ કમાય છે અને રોજ ખાય છે . નાના મધ્યમ વર્ગના વ્યાપારની સાથે પણ આમ જ થયુ છે. નોટિસ વગર લોકડાઉન કરી તમે તેના પર આક્રમણ કર્યુ. પ્રધાનમંત્રી જીએ કહ્યું કે ૨૧ દિવસમાં લડાઈ થશે. અસંગઠિત ક્ષેત્રની કરોડરજ્જુનું હાડકુ તુટી ગયુ.

રાહુલે વીડિયોમાં કોંગ્રેસની ન્યાય યોજનાની વકીલાત પણ કરી તેમણે કહ્યું કે લોકડાઉન બાદ ખુલવાનો સમય છે. કોંગ્રેસ પાર્ટીએ એક વાર નહીં અનેકવાર સરકારને કહ્યું કે ગરીબોને મદદ કરવી પડશે. ન્યાય યોજના જેવી યોજના લાગુ કરવી પડશે. બેંકના અકાઉન્ટમાં સીધા પૈસા નાંખવા પડશે. પરંતુ ન કર્યું. અમે સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ માટે એક પેકેજ તૈયાર કરો. તેમને બચાવવાની જરૂર છે . પૈસા વગર તે નહીં બચી શકે. ઙ્ગસરકારે કંઈ ન કર્યુ ઉલ્ટાનું સૌથી અમીર લોકોના ૧૫થી ૨૦ લોકોના લાખો કરોડોના ટેકસ માફ કર્યા.રાહુલે અચાનક લોકડાઉનને આક્રમક ગણાવતા કહ્યું કે, લોકડાઉન કોરોના પર આક્રમણ નહોતું. તે હિંદુસ્તાનના ગરીબો પર આક્રમણ હતુ. અમારા યુવાનોના ભવિષ્ય પર આક્રમણ હતુ. લોકડાઉન મજુર કિશાન અને નાના વ્યાપારિયો પર આક્રમણ હતુ. આપણી અસંગઠિત અર્થવ્યવસ્થા પર આક્રમણ હતુ. આપણે આ વાતને સમજવી પડશે અને આ આક્રમણની વિરૂદ્ઘ આપણે બધાએ એક સાથે ઉભા થઈને લડવું પડશે.

(3:16 pm IST)