Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧૨૦૦ સ્તંભ ઉપર બની રહ્યું છે રામ મંદિર : નિષ્ણાતોના રિપોર્ટ અનુસાર ફાઇનલ થઇ ડિઝાઇન

રામમંદિરના નિર્માણ માટે ૧૨૦૦ સ્તંભ માટે પાયા ખોદવાની શરૂઆત

લખનઉઃ અયોધ્યા રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન બાદ ગયા મંગળવારથી પાયા ખોદવાની શરૂઆત કરવામાં આવી હતી અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટ અનુસાર સો મીટર ઉંડાઇના કુવા ખોદવાની તૈયારી શરુ થઇ ચુકી છે. સ્તંભની નીચે છેલ્લે ચોરસ આધાર બનાવવામાં આવશે. આ ઊંડા કુવામાં અત્યંત શકિતશાળી અને સદીઓ સુધી તાકી શકે તેવા સ્તંભની બનવવામાં આવશેમ આ સ્તમ્ભની સંખ્યા ૧૨૦૦ હશે જેના ઉપર આખું રામમંદિર ખડું કરવામાં આવશેમ આ ખોદકામ માટે સમયાંતરે રોબોટની મદદથી પણ કામ લેવામાં આવશે જેના લીધે કામની ગતિ વધી શકે અને કામમાં વધુ ચોકસાઈ આવી શકે.

શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે અત્યાધુનિક મશીનો મંદિર પરિસરમાં આવી ચુકી છે લાર્સન એન્ડ ટ્રુબોના નિષ્ણાંત એન્જીનીયરોની ટિમ મશીનને એસેમ્બલ કરવાની કામગીરી હાલ કરી રહ્યા છે. બહુ નજીકના ગાળામાં આ મશીનો કામ કરવાની શરૂઆત કરી દેશે.

 રામમંદિરના નિર્માણ અધિકારી સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચીને ત્યાંની કામગીરીની સમીક્ષા કરવાના છે. ત્યાંના પદાધિકારીઓ સાથે બેઠક કરીને નિર્માણ અંગેની ચર્ચા કરનાર છે. મંદિર નિર્માણ માટે cbri અને iit, ચેન્નઈના નિષ્ણાતો તરફથી એક રિપોર્ટના આધારે ડિઝાઇન ફાયનલ કરવામાં આવી છે. ટ્રસ્ટ તરફથી ચેન્નઈ મોકલવામાં આવેલ ડિઝાઇનને મંજૂરી મળતા હવે ખોદકામ શરુ થયું છે. આ રિપોર્ટમાં કપચી, સિમેન્ટ, વગેરે જેવા મટિરિયલ્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. ૫ સપ્ટેમ્બર બાદ હવે ૮ સપ્ટેમ્બર પણ રામમંદિરના ઇતિહાસમાં યાદ રહી જશે.

મંદિર નિર્માણ માટે ગુલાબી પથ્થર મંગાવવો થઇ શકે છે મુશ્કેલ

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટે સદીઓ સુધી ટકી શકે તેવા રાજસ્થાનના ગુલાબી પથ્થરની માંગ છે. પરંતુ રાજસ્થાનના જે વિસ્તાર ભરતપુર માંથી આ ગુકાબી પથ્થરો લાવવામાં આવે છે ત્યાંની સરકારે પથ્થરોના ખોદકામ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અયોધ્યાના મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ ૩૬ કરોડના ૪.૫ લાખ ઘનફૂટના પથ્થરોનો ઓર્ડર આપવાના હતા.

(3:55 pm IST)