Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સ્ટાર કંગનારનૌટની ઓફિસ પર હવે બીએમસીનો હથોડો નહીં ચાલે

બોમ્બે હાઈકોર્ટ રોક લગાવી :લગભગ બે કલાક સુધી કંગના રનૌતની ઓફિસની બહાર અને અંદર હથોડા અને જેસીબીના અવાજ ગૂંજતા રહ્યા

મુંબઈ,તા.૯ : કંગના રનૌટ બુધવારે મુંબઈ પહોંચે તે પહેલા જ બીએમસીએ મોટી કાર્યવાહી કરી છે. બીએમસીએ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર રીતે નિર્માણનો હવાલો આપીને જોરદાર તોડફોડ કરી છે. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની બહાર અને અંદર હથોડા અને જેસીબીના અવાજ ગૂંજતા રહ્યા. બીએમસી કર્મચારી કંગનાની ઓફિસમાં તોડફોડ કરીને રવાના થઈ ગયા છે. બીજી તરફ બોમ્બે હાઈકોર્ટ એ આ મામલામાં બીએમસીની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. એટલે કે હવે આગળ આવી કોઈ કાર્યવાહી નહીં થઈ શકે. બોમ્બે હાઈકોર્ટે આ તોડફોડ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. તેથી જો ભવિષ્યમાં પણ બીએમસી આવી કાર્યવાહી કરવાનું વિચારી રહી હશે તો તેઓ તેનો અમલ નહીં કરી શકે. આ મામલામાં હવે ગુરુવાર બપોરે ૩ વાગ્યે હોઈકોર્ટમાં સુનાવણી થશે.

               કંગના રનૌટની ઓફિસ પર લાગેલી નવી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટ્રેસને પહેલા નોટિસ આપીને ૨૪ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેઓએ સાત દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ બીએમસીએ તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી છે. નવી નોટિસ લગાવીને ગેરકાયદેસર નિર્માણ તોડી પાડવામાં આવ્યું છે. બીએમસીએ પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનૌટની ૪૮ કરોડની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે ૨ વાગે કંગના મુંબઇ પહોંચે તે પહેલા જ શિવસેના સરકાર અંતર્ગત કામ કરતી બીએમસી દ્વારા તેની ગેરકાનૂની બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. મુંબઇ પહોંચતા પહેલા કંગનાએ ટ્વિટ કરીને કહ્યું કે મારા આવવાની પહેલા જ મહારાષ્ટ્ર સરકાર અને તેમના ગુંડાઓએ મારી ઓફિસ પહોંચી તેને પાડવાની તૈયારી કરી છે.

 

(7:37 pm IST)