Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

એઇમ્સના વિશેષજ્ઞોને હચમચાવી દેનારો દાવો

કોરોનાથી ફેફસાને જ નહિ બીજા અંગોને પણ નુકસાન

નવી દિલ્હી તા. ૨૭ : દેશમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે એક ભયાનક ખબર સામે આવી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાઇન્સેઝ, દિલ્હીમાં જુલાઇ અને ઓગસ્ટ વચ્ચેના મહીનામાં જે કોરોના દર્દીઓ સામે આવ્યા તેના ફેફસામાં સંક્રમણના લક્ષણ મળ્યા નથી. જેનાથી માલૂમ પડે છે કે આ વાયરસની પહોંચ ફેફસા ઉપરાંત પણ અનેક અંગો સુધી છે. એમ્સના કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટના વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ અત્યાર સુધીમાં બહુઅંગીય બિમારી બની ગઇ છે.

એમ્સના નિર્દેશક ડોકટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે જેને સરળ વાયરલ નિમોનિયા સમજ્યો હતો. તેની અસર ફેફસાથી પણ આગળ છે. જેમ-જેમ વધુ જાણકારી મળી છે, તેનાથી સમજાયું છે કે આ વાયરસ મર્યાદિત જાણવા મળી રહ્યું છે કે જુલાઇ - ઓગસ્ટમાં જે ૧૨૨ કોરોના દર્દી એમ્સમાં આવ્યા તેમાંથી ૮૩ ટકામાં ફેફસાના સંક્રમણ સાથે જોડાયેલા કોઇ લક્ષણ મળ્યા નહીં. તેમાંથી ૩૦ ટકામાં પહેલાથી કોઇ બીમારી નહોતી. ૨૧ ટકા લોકોમાં ડાયાબીટીસ અને ૨૦૧ લોકોને હાઇપરટેન્શનની સમસ્યા હતી. આ ઉપરાંત કેટલાકમાં ટ્રાન્સપ્લાન્ટસ, કેન્સર અને એચઆઇવી જેવી બીમારીઓ પહેલાથી મેળવવામાં આવી છે.

(12:55 pm IST)