Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ચીનની દાદાગીરીનો નાથવા ભારત અને વિયેતનામે હાથ મિલાવ્યા : બંને દેશો વચ્ચેની સંરક્ષણ સમજૂતી ચીન અને પાકિસ્તાન માટે લપડાક સમાન બની રહેશે

ન્યુદિલ્હી : દક્ષિણ ચીન મહાસાગરમાં ચીન દ્વારા એક સાથે ચાર વિસ્તારમાં ચાલી રહેલી યુદ્ધ કવાયત અને  અમેરિકાને પડકાર જનક હરકતોની અસર પડોશી દેશો ઉપર પણ થઇ રહી છે.તેવા સંજોગોમાં ભારત અને વિયેતનામ વચ્ચેની સંરક્ષણ સમજૂતી ચીન અને પાકિસ્તાન માટે લપડાક સમાન બની રહેશે .
              ઉલ્લેખનીય છે કે ચીને વિયેતનામ સાથે જોડાયેલા વુડી ટાપુ ઉપર ખતરનાક વિમાન એચ -6 તેનાત કર્યું છે.જે વિયેતનામના સાર્વભૌમત્વ ઉપર પ્રહાર સમાન છે.તથા વિયેતનામની શાંતિ માટે જોખમકારક છે.તે બાબતે વિયેતનામના રાજદૂતે વાંધો ઉઠાવ્યો છે.તથા અન્ય દેશો સાથે પણ વાતચીત કરી છે.
              આ સંજોગોમાં ભારત સાથેની સંરક્ષણ સમજૂતી વિયેતનામ માટે ટેકા રૂપ બની રહેશે .

(7:09 pm IST)
  • એસ.બી.આઈ.ના ચેરમેનની પસંદગી કરવા માટે બેન્ક બોર્ડ બ્યુરોની આવતીકાલ શુક્રવારે મિટિંગ : વર્તમાન ચેરમેન રજનીશ કુમારની મુદત ઓક્ટોબર માસમાં પુરી થાય છે : નવા ચેરમેન તરીકે રજનીશ કુમાર સહીતના ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : આઈ.એફ.સી.આઈ.ના મેનેજીંગ ડિરેક્ટર તથા જાહેર ક્ષેત્રની બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની પણ પસંદગી કરવાનો એજન્ડા મિટિંગમાં શામેલ access_time 7:50 pm IST

  • દ્ધારકામા મેઘધનુષ આજે સાજેં ૬:૩૦ આસપાસ નયનરમ્ય મેઘધનુષ રચાયું હતું તેનો આપ પણ માણો દમદાર નઝારો... (દિપેશ સામાણી દ્વારા) access_time 11:10 pm IST

  • 'વાહ ભઈ વાહ .......' : હવે પાળીતા ' ડોગ ' નો પણ વીમો લઇ શકાશે : ભારતમાં સૌપ્રથમવાર જનરલ ઇન્સ્યોરન્સ કંપની બજાજ એલાયન્સ દ્વારા જાહેર કરાયેલી નવી વીમા પોલિસી : કૂતરો બીમાર પડશે તો સારવારનો ખર્ચ મળશે : ચોરાઈ જશે તો વળતર મળશે : 3 માસથી 10 વર્ષ સુધીની ઉંમરના કુતરાનો વીમો લઇ શકાશે : પ્રીમિયમ 315 રૂપિયા અને તેનાથી અધિક access_time 1:09 pm IST