Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૬-૯-ર૦ર૦,રવિવાર
ભાદરવા વદ-૪, ચોથનું શ્રાધ્ધ, વ્યતિપાત ૧૦-૦૪સુધી
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩ર
સૂર્યાસ્ત-૬-પ૮
જૈન નવકારશી-૭-૫૦
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
ર૯-ર૪થી ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૦થી ૧૩-૦૯ સુધી,
૮-૦પથી ચલ-લાભ-અમૃત-૧ર-૪પ સુધી, ૧૪-૧૮થી શુભ-૧પ-પ૧ સુધી, ૧૮-પ૮થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૮ સુધી
શુભ હોરા
૭-૩૪ થી ૧૦-૪૧ સુધી, ૧૧-૪૩થી ૧ર-૪પ સુધી, ૧૪-૪૯થી ૧૭-પપ સુધી ૧૮-પ૮થી ૧૯-પપ સુધી
બ્રહ્માંડના સિતારા
આ યુગમાં બે પ્રશ્નો મહત્વના હોય છે એક તો આવકના સાધનો, અને ત્યાર પછી પુખ્ત યુવતિના લગ્ન પણ સહુથી મોટો પ્રશ્ન જેનેે પ્રશ્ન ન કહેવાય પણ એક જરૂરત વાત છે કે જેઓની તંદુરસ્તી સારી રહે તેને પ્રાધાન્ય આપવું જોઇએ. હવે શારીરીક તંદુરસ્તની સાથે સાથે માનસિક તંદુરસ્ત પણ તેટલી જ જરૂરી છે તો આ બંને વસ્તુ મેળવવા માટે શું કરવું. તંદુરસ્ત દીમાગ પણ તમારી અને આપણી શારીરીક તંદુરસ્ત સુધારી શકે છે -મેડીટેશન-બીજાનું હંમેશા ભલુ કરવાની માનસિક ઇચ્છા અને પછી તે ઇચ્છાઓને પૂર્ણ કરવી કોઇને સાચી અને સારી સલાહ દેવી તે મહાન પુન્યનું કામ છે. સાચુ એક યોગ્ય માર્ગદર્શન જીવનમાં સારો બદલાવ લાવી શકે છે. વર્ષોનું તપ અનુભવ મદદ કરવાની ઇચ્છા જ્ઞાનમાં વધારે કરે છે.