Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૯-૯-ર૦ર૦,બુધવાર
ભાદરવા વદ-૭, સાતમનું શ્રાધ્ધ, ભદ્રા-૧૩-૧૦ સુધી, મંગળની વક્રી ર૭-પ૩, સિદ્ધિયોગ
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-મેષ
બુધ-કન્યા
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩
સૂર્યાસ્ત-૬-પપ
જૈન નવકારશી-૭-૫૧
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૩ થી લાભ-અમૃત-૯-૩૯સુધી, ૧૧-૧૧ થી શુભ-૧ર-૪૪ સુધી, ૧પ-૪૯થી ચલ-લાભ-૧૮-પપ સુધી ર૦-રર થી શુભ-અમૃત-ચલ-
ર૪-૪૪
શુભ હોરા
૬-૩૩ થી ૮-૩૭ સુધી,
૯-૩૯થી ૧૦-૪૦ સુધી,
૧ર-૪૪ થી ૧પ-૪૯ સુધી,
૧૬-પ૧ થી ૧૭-પ૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
લગ્ન મેળાપક બાબત ફકત મંગળ કે શનિને પ્રાધાન્ય ન આપવું જોઇએ. મંગળદોષ બાબત અપવાદને પણ ધ્યાનમાં લેવા જોઇએ. જો મેષ રાશિનો મંગળ પ્રથમ સ્થાનમાં હોય તો મંગળદોષ ન ગણવો તેવી જ રીતે ચોથા સ્થાનમાં મંગળ વૃશ્ચિક રાશિ હોય સાતમા સ્થાનમાં મકર કે મીન રાશિ હોય તેવી જ રીતે આઠમા સ્થાનમાં કર્ક રાશિ હોય અને તેમાં મંગળ હોય તેવી જ રીતે જો બારમાં સ્થાનમાં ધન રાશિ હોય અને તેમાં મંગળ હોય સાતમા સ્થાનમાં મકર કે મીન રાશિનો મંગળ હોય તો મંગળ દોષ રહેતો નથી તેવું શાસ્ત્રોમાં લખેલ છે પણ ખરેખર આ બાબતમાં વ્યકિતએ પોતે નિર્ણયો લેવા જોઇએ તેવી જ રીતે શનિની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવવી જોઇએ અને કસ્ય કુંડલી આવક વર્ગ પણ ખાસ જોવું જોઇએ.