Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોર્પોરેટર અતુલ રાજાણી તેમના પત્નિ - પુત્રીને કોરોના પોઝીટીવ

હવે ભાજપ બાદ કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ઝપટે

રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશનના વિપક્ષના દંડક અને વોર્ડનં.૩ના કોર્પોરેટર અતુલ રાજાણી, તેમના પત્નિ રૂપલબેન તથા પુત્રી રીધ્ધીબેનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હોમ આઇશોલેશનમાં સારવાર લઇ રહયા છે. આ અંગે અતુલ રાજાણીએ 'અકિલા'સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા બે દિવસથી તાવ આવતો હોય ગઇકાલે કોરોનાનાં સેમ્પલ લેવામાં આવતા કાલે બપોરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અતુલભાઇનાં ધર્મપત્નિ રૂપલબેન તથા દિકરી રિધ્ધીબેનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હાલ તમામ આ સભ્યો હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.તેમ અંતમાં તેઓએ જણાવ્યુ હતુ.

(3:31 pm IST)