Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજકોટ એસટી ડિવીઝન કચેરીના ૧૫ કર્મચારી કોરોના બાદ ગુરૂ - શુક્રવારે બંને ડેપો પર સ્ટાફ - ડ્રાઇવર - કંડકટરોનું ટેસ્ટીંગ

આખી ડિવીઝન કચેરી સેનેટાઇઝ કરાઇ : સ્ટાફને હાઇએલર્ટ રહેવા નિયામકનો આદેશ

રાજકોટ તા. ૮ : રાજકોટ એસટી ડીવીઝનલ કચેરીના ૨૦૦ના સ્ટાફનો ગઇકાલે બપોર બાદ કોરોના ટેસ્ટ લેવાયો હતો. તેમાંથી ડીટીઓ સહિત ૧૫ કર્મચારી - અધિકારીને કોરોના નીકળી પડતા. ખળભળાટ મચી ગયો છે, આ તમામને હોમ આઇસોલેશન કરી દેવાયા છે અને આખી કચેરી મોડી રાત સુધી સેનેટાઇઝ કરાઇ હતી, ડિવીઝનલ નિયામકશ્રી યોગેશ પટેલે સ્ટાફને હાઇએલર્ટ રહેવા - માસ્ક પહેરવા - સફાઇ વિગેરે બાબતે આદેશો કર્યા છે.

દરમિયાન ડિવીઝન કચેરી બાદ શહેરના નવા બસ પોર્ટ અને શાસ્ત્રી મેદાન બંને ડેપો ઉપર ગુરૂ - શુક્રવારે તમામ સ્ટાફ અને ડ્રાઇવરો - કંડકટરોનું ટેસ્ટીંગ થશે, બહારથી આવતા કંડકટરો - ડ્રાઇવરોનું પણ ટેસ્ટ કરાશે. જો કોઇને કોરોના જાહેર થશે તો હોમ આઇસોલેશન કરાશે, નવો ડેપો ગઇકાલે રાત્રે પણ સેનેટાઇઝ કરાયો હતો.

(12:06 pm IST)