Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જલારામ - દોશી હોસ્પિટલ ખાતે દોડી જતા સીટી પ્રાંત-૧ : ૫૦ ટકા બેડ અંગે સઘન ચેકીંગ

ઓરેન્જ હોસ્પિટલના સત્તાવાળાઓને બપોર બાદ બોલાવાયા : અન્ય એક હોસ્પિટલને પણ નોટીસ

રાજકોટ તા. ૮ : રાજકોટની કોવિડ-૧૯ ખાનગી હોસ્પિટલો બેફામ ભાવો લેતી હોવાની ફરિયાદો બાદ કલેકટર તંત્ર દ્વારા પગલા લેવાઇ રહ્યા છે. કલેકટરની સૂચના બાદ સીટી પ્રાંત-૧ દ્વારા ગઇકાલે ઓરેન્જ હોસ્પિટલને નોટીસ ફટકારાયા બાદ વધુ એક ખાનગી હોસ્પિટલને નોટીસ ફટકારાયાનું રૂબરૂ બોલાવાયાનું સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીએ 'અકિલા'ને જણાવ્યું હતું. તેમણે જણાવેલ કે ઓરેન્જ હોસ્પિટલનો વધુ ભાવો અંગે જવાબ આવ્યો છે, અને બપોર બાદ તેમને રૂબરૂ બોલાવાયા છે.

દરમિયાન આજે બપોરે ૧ વાગ્યે શ્રી સિધ્ધાર્થ ગઢવી પોતાની ટીમ સાથે જલારામ હોસ્પિટલ અને દોશી હોસ્પિટલ ખાતે ચકાસણી અર્થે દોડી ગયા છે.

કલેકટરે ઉપરોકત બંને હોસ્પિટલને ૫૦ ટકા બેડ અંગે રીઝર્વ રાખવા કહી દીધું છે, આ બંને હોસ્પિટલે એ બાબતે તમામ તૈયારીઓ કરી લીધી છે, એમ જણાવતા શ્રી ગઢવી આ બંને હોસ્પિટલની વ્યવસ્થા, મેડીકલ સ્ટાફ, ડોકટરો, વેન્ટીલેટર, ઓકસીજન વિગેરે બાબતોની ચકાસણી અર્થે દોડી ગયા હતા.

(2:40 pm IST)