Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

દલિત અધિકાર મંચની રજુઆત

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તાજેતરમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી વિવિધ રજુઆતો કરવામાં આવી હતી. અનુ.જાતિ સમાજના લોકોને મળેલ સાથણીની જમીનના પ્રશ્નોનો ઉકેલ લાવવા, સરકારી કચેરીઓમાં ડો. બાબા સાહેબ આંબેડકરનો ફોટો મુકવા, વિધવા સહાયના નાણા સમયસર ફાળવવા, રાઇટ ટુ એજયુકેશનની મુદત લંબાવવા અને ભાડા કરાર રજીસ્ટ્રેશન રદ કરવા સહીતના મુદ્દે રજુઆતો કરવામાં આવી હતી.

(2:41 pm IST)