Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કાલાવડ રોડ પર એપાર્ટમેન્ટ પાસે ફુટપાથ પર અજાણ્યા વૃદ્ધનું મોત

વૃદ્ધ દીલીપભાઇ નામથી ઓળખાતા'તાઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૯ : કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ ચોક પાસે આવેલ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ પાસે ફુટપાર્થ પર એક અજાણ્યા વૃદ્ધનું બેભાન હાલતમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર શ્રીજી હોટલ પાસે આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ સામે ફુટપાથ પર આશરે ૬૦ વર્ષના અજાણ્યા વૃદ્ધ બેભાન હાલમાં પડેલ હોઇ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ચીરાગભાઇએ તપાસ કરતા વૃદ્ધનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસ આઇ રાઠવા તથા રાઇટરના રણાભાઇએ તપાસ હાથ ધરી હતી મૃતક વૃદ્ધ માનસીક અસ્થીર હતા તે રખડતું ભટકતું જીવન ગાળતા હતા આસપાસના લોકો તેને કપડા અને જમાડતા હતા તેને દીલીપભાઇ નામથી ઓળખાતા હતા જો કોઇ આ વૃદ્ધના સગા-સંબંધી હોઇ તો તાલુકા પોલીસ સ્ટેશન ૦ર૮૧-રપ૬૩૩૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:42 am IST)