Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

નવી શિક્ષણ નીતિ દ્વારા 'હાઉ ટુ થીંક' ઉપર ભાર આપશુ : કેતન મારવાડી

નવી શિક્ષણનીતિના અમલ માટે રાજય સરકારે બનાવેલી 'ટાસ્ક ફોર્સ કમીટી'માં મારવાડી યુનિવર્સિટીના કેતનભાઈ મારવાડી સહિત ૧૨ સભ્યોનો સમાવેશ

રાજકોટ, તા. ૯ : ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ તૈયાર કરવામાં આવી છે. તેના અમલ માટે રાજય સરકાર દ્વારા નિષ્ણાંત શિક્ષણશાસ્ત્રીઓની કમીટી બનાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકારની નવી શિક્ષણ નીતિના અમલ માટે ટાસ્ક ફોર્સ કમીટીમાં દેશની ટોચની મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લીમીટેડના ચેરમેન અને મારવાડી યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ કેતનભાઈ મારવાડી અને ૧૦ અગ્રણી શિક્ષણવિદ્દોની નિમણુંક કરી છે.

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કુલપતિ શ્રી સહિત ૧૨ સભ્યોની કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મંજૂર કરાયા બાદ રાજય સરકારે નવી શિક્ષણ નીતિના અમલ માટે ટાસ્ક ફોર્સ કમીટીની રચના કરવામાં આવી છે. નવી નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ઉચ્ચ શિક્ષણને લગતી તમામ નવી જોગવાઈઓનો કઈ રીતે ઝડપથી અમલ થાય અને રાજયમાં તબક્કામાં કેવી રીતે કેટલા સમયમાં અમલ કરી શકાય તે માટે તો રોડમેપ તૈયાર કરવા આ ટાસ્ક ફોર્સ સમિતિની રચના થઈ છે.

આ ટાસ્ક ફોર્સ કમીટીના ચેરમેન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે. ૧૨ સભ્યોની કમીટી છે. જેમાં જીટીયુના કુલપતિ ડો.નવીનભાઈ શેઠ, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ, આઈઆઈટીના ડાયરેકટર તેમજ ૧૦ શિક્ષણશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીના પ્રમુખ કેતનભાઈ મારવાડીની નિમણુંક થઈ છે. કમીટીના સેક્રેટરી અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની પણ નિમણુંક થઈ છે.

આ ટાસ્ક ફોર્સ કમીટીના ઉદ્દેશ્યઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોને સમર્થન આપતા મારવાડી યુનિવર્સિટી કેતનભાઈ મારવાડીએ કહ્યુ છે કે અત્યાર સુધી જે આપબળ શિક્ષણ વ્યવસ્થામાં તેના વોટ ટુ થીંક ઉપર ફોકસ કર્યુ છે. જયારે આ નવી શિક્ષણ નીતિ દ્વારા આપણે હાઉ ટુ થીંક પર ભાર આપશુ. આજના યુવા વર્ગને માટે હાલ મારવાડી યુનિવર્સિટીના ઈન્કવાયરી બેસ્ડ ડીરેકટર, બેસ્ડ ડીરેકશન, બસ્ડ અને એનાલીસીસ બેસ્ડ રીતો પર ભાર આપવા આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન નેક એ+ ગ્રેડીંગની માન્યતા પ્રાપ્ત થયેલ છે. વિદ્યાર્થીઓને સલામત વાતાવરણમાં ગુણવત્તાયુકત શિક્ષણ, ઉદ્યોગ જોડાણ વૈશ્વિક સંપર્ક અને ઉદ્યોગ સાહસીક કુશળતાનું અનોખુ પ્લેટફોર્મ પ્રાપ્ત કરી છે.

કેતનભાઈ મારવાડીની ગુજરાત સરકાર દ્વારા ટાસ્ક ફોર્સ કમીટીમાં આમંત્રીત કરવા બદલ મારવાડી યુનિવર્સિટીના વાઇસ પ્રેસીડેન્ટ જીતુભાઈ ચંદારવાએ અભિનંદન પાઠવીને શ્રી કેતનભાઈની દુરદેશીનો લાભ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મળશે.

(4:01 pm IST)