Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ધ્રોલના રોજીયાનો કોઝવે તૂટતા અવરજવર ઠપ્પ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ :.. ધ્રોલ તાલુકાના રોજીયા ગામનો ગઇકાલે વરસાદમાં કોઝવે તુટતા લોકોની અવરજવર ઠપ્પ થઇ ગઇ છે. અવરજવર બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રોજીયા ગામના સરપંચ મયુરસિંહ જાડેજાએ અધિકારીઓને લેખીત રજૂઆત કરી છે અનેતાત્કાલીક રીપેરીંંગ કરવાની માગણી કરી હતી.

આ કોઝવે રોજીયાથી હમાપર ગામ જવાનો મુખ્ય માર્ગ છે અને રોજીયાના ૧૦ જેટલા ઘરોની મુખ્ય અવરજવરનો માર્ગ છે. આ કોઝવે પરથી ગામના ૧૦૦થી વધારે ખેડૂતનો અવરજવર માર્ગ છે. ખેડૂતના ખેતરમાં કઇ ખાતર કે નાની મોટી ચીઝ વસ્તુ વાડીએ પહોંચાડી શકતા નથી જેથી તંત્ર દ્વારા તાત્કાલીક રીપેરીંગ થઇ તેવી ગ્રામજનોની માંગણી છે.

(12:56 pm IST)