Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઉપલેટાના પ્રાંસલા ગામની સીમમાં જાહેર જુગાર રમતા ૬ ની ધરપકડ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. પઃ પ્રાંસલા ગામની વડેખણ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી આધારે ભાયાવદર પો.જ. ડી.ડી. જાડેજા એ રેડ કરતા ૬ ને રૂ. ર૬,૩પ૦ રોકડા તથા ટોચબતી સાથે ધરપકડ કરેલ છે. જેમાં (૧) દેવરાજ રમેશ રાઠોડ, રે. પ્રાંસલા, (ર) ચંદુ પ્રેમજી બેપાણી, વાંસજાળીયા, (૩) રમણીક વીરજી ધામી, રે. ઉપલેટા (૪) નવીન માધવજી પટેલ રે. જામવાડી (પ) કાન્તીલાલ લખમણ કાસુદ્રા રે. ખ્રાગેશી (૬) પાલા ગોગન મકવાણા રે. ખ્રાગેશી વારાની ધરપકડ કરેલ છે.

વરલી જુગારમાં ધરપકડ

નાગનાથ ચોકમાં જાહેરમાં વરલી જુગાર લેતા સંજય લાવજી પાટીયા ને રૂ. ૪૭૦ સાથે પો. કો. નીરવભાઇ જીણાભાઇએ ધરપકડ કરેલ છે.

(11:39 am IST)