Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતા મોત

ટંકારા,તા.૫: લખધીરગઢ ગામે આવેલ નદીમાં ગણેશ મધુસુદન બાવરી નામનો ૧૯ વર્ષનો યુવક ન્હાવા પડ્યો હતો. તે વખતે યુવકને તરતા ન આવડતા યુવક ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કામગીરી કરવામાં આવી હતી.

પરંતુ તરવૈયાઓને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક ટંકારાની ફેકટરીમાં મજુર તરીકે કામ કરતો હતો. અને તે રાજસ્થાનનો વતની હતો. અને હાલમાં લખધીરગઢના વાડી વિસ્તારમાં રહેતો હતો.

બનાવની જાણ થતાં ટંકારા પોલીસના બિટ જમાદાર ફિરોઝભાઈ પઠાણ કોન્સ્ટેબલ રમેશભાઈ અને મહેશભાઈ દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી લાશ બહાર કાઢી હતી.

(11:40 am IST)