Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ટંકારા તાલુકાના ઘુનડા (ખાન)માં જુગાર રમતા ૫ શખ્સો રૂ. ૧.૨૮ લાખ સાથે ઝડપાયા

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા, તા.૫:ટંકારાઙ્ગ પોલીસે , ટંકારા તાલુકાના ઘુનડા (ખાન) ગામે બાતમીના આધારે દીપકભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા ના મકાનમાં જુગાર અંગે રેડ કરતા પાંચ જુગારીઓને રૂપિયા એક લાખ ૨૮ હજારની રોકડ સાથે ઝડપી લીધેલ છે ઘુનડા (ખાન) ગામ ના દીપકભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની ટંકારા પોલીસને બાતમી મળેલ. ટંકારા પોલીસે જુગાર ની રેડ કરી જુગાર રમતા દીપકભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા, મકાન માલિક, વિનોદભાઈ તળશીભાઇ અઘારા રવાપર રોડ, ભરતભાઈ મોહનભાઈ જીવાણીઙ્ગ ખાનપર ,જયંતીલાલ ડાયાભાઈઙ્ગ જીવાણી રસનાર, મોહમ્મદ મુસ્તાક બુખારીઙ્ગ આમરણ ને ગંજી પત્ત્।ા તથા રૂપિયા એક લાખ ૨૮ હજાર સાથે ધરપકડ કરે લ છે.

આ જુગારની રેડ ની કામગીરીમાં બી ડી પરમાર સર્વેલન્સ સ્કવોર્ડના વિજયભાઈ નાગજીભાઈ બાર, બીપીનભાઈ અમરશીભાઈ શેરસીયા ,સિધ્ધરાજસિંહ અનિરુદ્ઘ સિંહ જાડેજા, વિજયભાઈ ખેંગારભાઈ ચાવડા ,ગૌરવભાઈ કનુભાઈ ગઢવી, ભાવેશભાઈ ધીરજલાલ વરમોરા તથા એ ફ. આઈ.પઠાણ જોડાયેલ. ચારે તરફ મંદીની બુમ છે પરંતુ ટંકારા તાલુકામાં જુગાર રમવામાં મંદી આવતી નથી.

(1:04 pm IST)