Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સુરેન્દ્રનગરના મહિપાલસિંહ સહીત ગુજરાતનાં ત્રણ શિક્ષકોને રાષ્ટ્રપતિનાં હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ

સુરેન્દ્રનગરના શિક્ષક મહિપાલ સિંહ, સાબરકાંઠાના પ્રકાશચંદ્ર સુથાર અને અમદાવાદના સુધા જોશીને એવોર્ડ એનાયત

અમદાવાદ : આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન. ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે શિક્ષકોનો દિવસ ગુજરાત માટે વિશેષ છે. રાષ્ટ્રીય પુરસ્કાર માટે ગુજરાતના 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના ત્રણ શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવશે. સુરેન્દ્રનગરના શિક્ષક મહિપાલ સિંહ, સાબરકાંઠાના પ્રકાશચંદ્ર સુથાર અને અમદાવાદના સુધા જોશીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

શિક્ષક દિન નિમિત્તે રાજ્યના ત્રણ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે. અમદાવાદના સુધાબેન જોશી વિશેષ કેટેગરીમાં એવોર્ડ મેળવવા જઈ રહ્યો છે. તેઓ છેલ્લા 32 વર્ષથી અપંગ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે દેશના 156 શિક્ષકોમાં અમદાવાદના એક શિક્ષકની પસંદગી કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કાંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરમ સુથારને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્ય છે અને સમગ્ર જીલ્લાની સાથે સાથે તેમના વતનને પણ ગૌરવ અપાવ્યું છે. સુરેન્દ્રનગરના મહિપાલ સિંહને પણ એવોર્ડ આપવામાં આવશે.

આ વર્ષે દેશભરના 36 રાજ્યોના કુલ 47 શિક્ષકોની પસંદગી ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય પુરસ્કાર માટે કરવામાં આવી છે. તેમાંથી ગુજરાતના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરેલા ત્રણ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં છે. શિક્ષક માતાપિતા કરતા મોટું કદ હોય છે. તેમના શિક્ષણ દ્વારા જ આપણે આપણું ભવિષ્ય બનાવીએ છીએ.

(1:02 pm IST)