Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જસદણના લીલાપુર નજીક ગાયોનો જીવ બચાવવા માટે વાનને સાઈડમાં લેતા પોલીસવાન પલટી મારી જતા ચાલક ઇજાગ્રસ્ત : એકનો બચાવ

આટકોટ:::જસદણ તાલુકાના લીલાપુર ગામ નજીક જસદણથી વીંછીયા તરફ એક પોલીસવાન રાત્રી પેટ્રોલિંગમાં જતી હતી. ત્યારે અંધારામાં હાઈ-વે રોડ પર ગાયો બેઠી હોવાથી વાનના ચાલકે ગાયોનો જીવ બચાવવા માટે વાનને સાઈડમાં લેતા પોલીસવાન અચાનક પલટી ખાઈ ગયું હતું અને રોડ પર ફૂટબોલની માફક ફંગોળાતા વાનના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. 

જ્યારે પોલીસવાનમાં બેઠેલા એક કર્મચારીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ પોલીસવાન રોડ પર એટલું ફંગોળાયું હતું કે તે વીંછીયા તરફ જતું અને જસદણ તરફ ફરી ગયું હતું. 

જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(9:04 am IST)