Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાતના સંદેશ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વૃક્ષારોપણ

(ભુજ) ભુજ પોલીસ હેડક્વાર્ટર મધ્યે ગુજરાત સરકારના ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અનુસંધાને વન મહોત્સવ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમાં મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી તેમજ કલેકટર પ્રવીણા ડીકે, ડીડીઓ પ્રણવ જોશી, જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

(10:33 am IST)